Lifestyle/ જાણો ચોમાસામાં કાનના થતાં ઈન્ફેક્શનના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

ચોમાસામાં બીમારીનો ખતરો વધી જાય છે. વરસાદની ઋતુમાં ઘણા પ્રકારના ચેપ શરીરમાં સરળતાથી પ્રવેશી જાય છે, જેના કારણે શરદી, ખાંસી સામન્ય રહે છે.

Health & Fitness Lifestyle
ચોમાસામાં

ચોમાસામાં બીમારીનો ખતરો વધી જાય છે. વરસાદની ઋતુમાં ઘણા પ્રકારના ચેપ શરીરમાં સરળતાથી પ્રવેશી જાય છે, જેના કારણે શરદી, ખાંસી સામન્ય રહે છે. પરંતુ વરસાદની ઋતુમાં કેટલીક બેદરકારીના કારણે ચેપનો ખતરો વધુ રહે છે. ફંગલ ઇન્ફેક્શન અને સિઝનલ ફ્લૂ ઉપરાંત ત્વચા, આંખ અને કાનને પણ અસર થાય છે. આ સિઝનમાં કાનમાં ઈન્ફેક્શન મોટાભાગે લોકોને પરેશાન કરે છે. વરસાદના પાણીને કારણે તમને કાનમાં તીવ્ર દુખાવો, જેવી અનેક સમસ્યાનો અનુભવ થાય છે. આ સાથે કાનમાં ખંજવાળ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વરસાદની ઋતુમાં કાનની સમસ્યાથી પરેશાન છો, તો તમને કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. કાનના ચેપના લક્ષણો જાણીને તમે ચોમાસામાં કાનની સમસ્યાથી બચવા માટેના આ ઉપાયો અપનાવી શકો છો. ચાલો જાણીએ કાનના ઈન્ફેક્શનના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો.

કાનના ઈન્ફેક્શનના કારણો

નિષ્ણાતોના મતે, વરસાદની ઋતુમાં આંખો, કાન અને ત્વચાને લગતી સમસ્યાઓ વધી જાય છે. જેનુ મુખ્ય કારણ ભેજ છે, જે બેક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ બની શકે છે જે ફંગલ ચેપનું કારણ બને છે. કાનમાં ગંદકી અને ઇયરબડ્સના નિશાન પણ કાનમાં ચેપનું કારણ બની શકે છે.

કાનમાં ઈન્ફેશનના લક્ષણો

  • કાનમાં દુખાવો
  • કાનની અંદર ખંજવાળ.
  • કાનના બાહ્ય ભાગમાં લાલાશ.
  • અવાજ યોગ્ય રીતે સાંભળવામાં મુશ્કેલી.
  • કાનમાં ભારેપણું અનુભવુ.
  • કાનમાંથી સફેદ કે પીળાશ પડતુ પરુ.

કાનના ઈન્ફેક્શનથી બચવા માટેની ટીપ્સ

  • કાનમાં ભેજ ન આવે તે માટે ચોમાસામાં કાનને હંમેશા સ્વચ્છ રાખો.
  • કાન લૂછવા માટે સોફ્ટ કોટનના કપડાનો ઉપયોગ કરો.
  • ઇયરફોન અથવા ઇયરબડનો ઉપયોગ કરશો નહીં.
  • બીજાના ઉપયોગ કરેલા ઇયરફોનનો ઉપયોગ કરવો નહીં.
  • ચેપનું જોખમ ઘટાડવા માટે, ઇયરફોનને સાફ કરી જંતુમુક્ત કરો.
  • ગળામાં ખરાશ કે ગળાના ચેપને કારણે પણ કાનમાં ચેપ લાગી શકે છે.
  • દર 6 મહિને ENT નિષ્ણાત પાસે તપાસ કરાવો.

આ પણ વાંચો:વરસાદમાં સાંધાનો દુખાવો વધી ગયો છે તો રાહત માટે ફોલો કરો આ 4 એક્સપર્ટ નુસખા

આ પણ વાંચો:કાળા ઘૂંટણને કારણે ટૂંકા ડ્રેસ પહેરવામાં આવે છે શરમ? તો ઘરે જ ટ્રાય કરો નેચરલ નુસખા

આ પણ વાંચો:મગની દાળનું સેવન કેટલાક લોકો માટે હોઈ શકે છે નુકસાનકારક, જાણો કોને મગની દાળ ન ખાવી જોઈએ