ekadashi/ ભગવાન વિષ્ણુને પ્રિય આમલકી અગિયારસ ક્યારે આવે છે, જાણો તેનું મહત્વ

આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. વાસ્તવમાં આમળાનું એક નામ આમલકી છે અને……

Dharma & Bhakti Religious
Beginners guide to 2024 03 19T113553.738 ભગવાન વિષ્ણુને પ્રિય આમલકી અગિયારસ ક્યારે આવે છે, જાણો તેનું મહત્વ

Bhakti News: હિન્દુ ધર્મમાં એકાદશી(અગિયારસ)ના વ્રતનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ફાગણ સુદ અગિયારસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે આમલકી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. વાસ્તવમાં આમળાનું એક નામ આમલકી છે અને આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવાને કારણે આ અગિયારસને અમલકી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ સાથે કાશીમાં ફાગણ સુદ અગિયારસને રંગભરી અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી કાશીમાં હોળીનો તહેવાર શરૂ થાય છે.

આમળાના દરેક ભાગમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેની ઉત્પત્તિ, એટલે કે, મૂળમાં શ્રી વિષ્ણુજી, દાંડીમાં ભગવાન શિવ અને ઉપરના ભાગમાં બ્રહ્માજીનો નિવાસ માનવામાં આવે છે. આ ઉપરાંત, તેની શાખાઓમાં ઋષિઓ અને દેવતાઓ, તેના પાંદડાઓમાં વસુ, તેના ફૂલોમાં મરુદ્ગન અને તમામ પ્રજાપતિઓ તેના ફળોમાં રહે છે તેવું માનવામાં આવે છે. કહેવાય છે કે આમળાના ઝાડનું સ્મરણ કરવાથી ગાયનું દાન કરવા જેટવું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને સ્પર્શ કરવાથી કોઈપણ કાર્યનું બમણું ફળ મળે છે, જ્યારે તેનું ફળ ખાવાથી ત્રણ ગણુ પુણ્ય મળે છે. આમળાનું ઝાડ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Amalaki Ekadashi 2024 : कब है आमलकी एकादशी? यहां देखें शुभ मुहूर्त और व्रत  की विधि |Amalaki Ekadashi Kab hai?

અગિયારસ કરવાનો શુભ સમય

  • ફાગણ મહિનાના સુદ અગિયારસ તિથિએ શરૂ થાય છે – 20 માર્ચ મધ્યરાત્રિ 12:21 વાગ્યે
  • ફાગણ મહિનાના સુદ અગિયારસ તિથિ સમાપ્ત થાય છે – 21 માર્ચ સવારે 2:22 કલાકે
  • આમલકી અગિયારસ ઉપવાસની તારીખ- 20 માર્ચ 2024
  • આમલકી અગિયારસ પૂજાનો શુભ સમય – 20મી માર્ચ સવારે 25 થી 9.27
  • અગિયારસ વ્રતના પારણાનો સમય- 21 માર્ચે બપોરે 1:41 થી 4:07 વાગ્યા સુધી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હોળી પર ચંદ્રગ્રહણનો પડછાયો રહેશે, કઈ રાશિના જાતકને કેવું ફળ મળશે

આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી