Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 27/11/2018

મેષ લગ્નની ચર્ચામાં સફળતા મળે. કારોબારીનો વિસ્તાર થાય. કાર્ય જોઇને અધિકારી પ્રસન્ન થાય. પ્રગતિ કરવી સરળ રહે. મીઠા વ્યવહારથી ખુશી મળે. વૃષભ વિરોધી નુકશાન પહોચાડવાની કોશિશ કરે. પ્રતિ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. યાત્રાનો યોગ સારો રહે. મિથુન ઘરેલું ખર્ચ વધવાને લીધે નવું કામ શરુ કરવાનું મન […]

Top Stories Trending
shutterstock 418471594 વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 27/11/2018

મેષ

લગ્નની ચર્ચામાં સફળતા મળે. કારોબારીનો વિસ્તાર થાય. કાર્ય જોઇને અધિકારી પ્રસન્ન થાય. પ્રગતિ કરવી સરળ રહે. મીઠા વ્યવહારથી ખુશી મળે.

વૃષભ

વિરોધી નુકશાન પહોચાડવાની કોશિશ કરે. પ્રતિ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. યાત્રાનો યોગ સારો રહે.

મિથુન

ઘરેલું ખર્ચ વધવાને લીધે નવું કામ શરુ કરવાનું મન થાય. વિદેશયાત્રાની રૂપરેખા બને. આયાત-નિકાસના કારોબારમાં નવી યોજના બને.

કર્ક

આધ્યાત્મિક કામમાં ભાગ લેવાથી સફળતા મળે. મીઠા વ્યવહારથી દરેકના દિલ જીતી લો. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે. કાર્યમાં આવી રહેલી મુશ્કેલી દૂર થાય. સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ

ભાવુકમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. અનુભવી લોકોની સલાહ પર ધ્યાન આપવાનો સમય મળે. વિવાહની ચર્ચામાં સફળતા મળે. સ્વાસ્થ્યમાં તાજગી રહે. સમય અનુકુળ રહે.

કન્યા

લગ્નના કાર્યક્રમમાં ભાગ લેવાનું થાય. જુના ઝઘડાનું સોલ્યુશન આવે. નવી મુશ્કેલીનો સામનો હિંમતથી કરવો. રસ્તો સરળ બને. વાણી પર કાબુ રાખવો. રાજકીય મામલે નીવેડો આવે.

તુલા

શુભ લાભપ્રદ સમય રહે. થોડા પરિશ્રમથી જ હિત થાય. સ્વાસ્થ્યમાં તાજગી રહે. યાત્રાનો યોગ સંભવ છે.

વૃશ્ચિક

સુખ-સુવિધાના સાધનો પર ખર્ચો થાય. મહેનતના લીધે કઠીન કામ પણ પૂરું કરી શકો. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું થાય. બાળકોના ભવિષ્યને લઈને કઠોર નિર્ણય લેવો પડે.

ધન

રાજનૈતિક મહત્વકાંક્ષા પૂરી થાય. કોઈ સંબંધીને લીધે મનમાં અપ્રસન્નતા રહે. યાત્રા સુખદ અને લાભમય રહે. સંતાન સંબંધી સુખદ સમાચાર મળી શકે.

મકર

લાપરવાહીને લીધે સારી સારી યોજના હાથમાંથી જતી રહે. યુવાનોને નવો રોજગાર મળવાથી ખુશી થાય. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. મહેનત પર ધ્યાન આપવું.

કુંભ

રાજનૈતિક મહત્વકાંક્ષા પૂરી થાય. જીવનસાથીના સ્વાસ્થ્યથી પ્રભાવિત થઇ શકો. યાત્રા સુખદ રહે. પ્રણય સંબંધો મજબુત બને. ધનનો લાભ થાય.

મીન

અધૂરા કામ પુરા કરવામાં તમારા મિત્રોની મદદ મળી રહે. સામુહિક કામમાં તમારી ભાગીદારીની પ્રશંસા થાય. સામાજિક જીવનમાં સમ્માન વધે. મિત્રોને મળવાનું થાય.