Pakistan Minister/ પાકિસ્તાનના મંત્રી શાઝિયાએ ભારતને એટમ બોમ્બ મામલે જાણો શું કહ્યું…

ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબધ નથી, છેલ્લા કેટલા વર્ષોથી પાકિસ્તાન અને ભારતના સંબધો વણસેલા છે તે પછી ક્રિકેટ હોય કે રાજકિય.

Top Stories World
2 23 પાકિસ્તાનના મંત્રી શાઝિયાએ ભારતને એટમ બોમ્બ મામલે જાણો શું કહ્યું...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબધ નથી, છેલ્લા કેટલા વર્ષોથી પાકિસ્તાન અને ભારતના સંબધો વણસેલા છે તે પછી ક્રિકેટ હોય કે રાજકિય. ભારત વિરૂદ્વ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના વડાપ્રધાન વિરૂદ્વ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતાે, હવે પાકિસ્તાનના મંત્રી શાઝિયા મારીએ ભારતને યુદ્ધની ધમકી આપતા કહ્યું કે અમે ચૂપ બેસી રહેવા માટે એટમ બોમ્બ બનાવ્યો નથી. તેમણે કહ્યું કે જો ભારત દ્વારા પાકિસ્તાન પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તો આપણો દેશ જાણે છે કે તેનો જવાબ કેવી રીતે આપવો. શાઝિયાએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન એવો દેશ નથી જે થપ્પડના જવાબમાં બીજો ગાલ ફેરવી દે. પાકિસ્તાનના મંત્રી મારીએ વધુમાં કહ્યું કે જો આપણા દેશને થપ્પડ મારવામાં આવશે તો તેનો જવાબ પણ થપ્પડથી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘જો ભારતનો કોઈ મંત્રી કોઈપણ મંચ પર મોદી સરકારના આધારે એટલો અંધ હશે કે તે વિચારશે નહીં કે તે પરમાણુ દેશ પાકિસ્તાન માટે ઉલ જલુલ બોલી શકે છે, તો તે તેની ચરમસીમા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિપ્રિય છે અને તે કોઈપણ દેશ સાથે યુદ્ધ ઈચ્છતું નથી.

શાઝિયા UNSCમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદન પર બોલી રહી હતી, જેમાં તેણે કહ્યું હતું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જોઈ રહી છે. મરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ બુધવારે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ સિવાય તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RRS) વિશે કેટલાક અપમાનજનક શબ્દો બોલ્યા હતા.

જયશંકર બાદ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી અને તેને અભદ્ર ગણાવી હતી. ભારતમાં બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ પ્રદર્શન પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ભારતમાં અલગ-અલગ સ્થળોએ પ્રદર્શન કર્યું.

ભુટ્ટો સામે ઉત્તર પ્રદેશથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી વિરોધ પ્રદર્શન કર્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રીનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. તે જ સમયે, યુપીના એક સ્થાનિક બીજેપી નેતાએ કહ્યું છે કે જે વ્યક્તિ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલનું માથું લાવશે તેને બે કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભુટ્ટોની ટિપ્પણીના વિરોધમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભાજપના કાર્યકરોએ પ્રદર્શન પણ કર્યું હતું. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર – જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું હતું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના રોગચાળાના બે વર્ષ છતાં વૈશ્વિક સમુદાય ભૂલ્યો નથી કે આતંકવાદની આ દુષ્ટતાનું મૂળ ક્યાં છે. વિદેશ મંત્રીએ કહ્યું, “તેઓ ભલે ગમે તે કહેતા હોય, પરંતુ હકીકત એ છે કે દરેક, સમગ્ર વિશ્વ આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે.