PM મોદીનો યુવાનો અને બાળકો પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. PM દેશ હોય કે વિદેશ બાળકો અને યુવાનો સાથે વાર્તાલાપ કરવાનો અને તેને પ્રત્સાહિત કરવાનો માકો કદી ચૂકતા નથી. અને કદાચ ઇતિહાસમાં પહેલી વાર આ પ્રેમને લઇને જ બાળકોએ ઇસરો જઇને ઐતિહાસીક આતંરીક્ષ વિજ્ઞાનીક ઘટના PM મોદી સાથે બેસીને જોઇ હતી.
હવે બાળકો અને યુવાનો એટલે બાળકો અને યુવાનો..PM મોદી બેંગ્લોરના ઇસરો સેન્ટર ખાતે ત્યાં પહોંચ્યા અને દેશના બાળકોને મળ્યા. બાળકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ દરમિયાન એક બાળકે મોદીને કહ્યું, સર, હું રાષ્ટ્રપતિ બનવા માંગુ છું. આના પર મોદીએ હાસ્ય સાથે પૂછ્યું કે તમે વડા પ્રધાન કેમ નથી બનવા માંગતા. તે પછી બાળક અને પીએમ મોદી બંને હસી પડ્યા.
બાળકોએ પીએમ મોદીના ઓટોગ્રાફ લીધા હતા. ચંદ્રયાન 2 ની ઉતરાણ જોવા આવેલા બાળકોના કપાળ પર પણ કરચલીઓ જોવા મળી હતી, જે વડા પ્રધાને વાર્તાલાપ કરી વાતાવરણને હળવા બનાવ્યું હતું. આ પહેલા મોદીએ વૈજ્ઞાનિકોને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
આપને જણાવી ધઇએ કે, ઇસરોમાં પીએમ મોદી સાથે 60 બાળકો હતા. ઇસરો દ્વારા હાથ ધરવામાં આવેલી ઓન લાઇન સ્પેસ ક્વિઝ દ્વારા બાળકોની પસંદગી કરવામાં આવી હતી.