મેદસ્વીપણાને ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારનાં નુસ્ખાઓ અપનાવતા હોય છે. અમુક લોકો તેમા સફળ થાય છે તો અમુક લોકો નિરાશ થઇ જાય છે. એક કાર્ય એવુ છે કે જે રોજ કરવાથી તમે તમારા વધેલા વજને ઉતારી શકશો અને ફિટ એન્ડ ફાઇન પણ રહી શકશો. જણાવી દઇએ કે, નિયમિત યોગની પ્રેક્ટિસથી વધેલા વજનને નિયંત્રિત કરી શકાય છે. સૂર્ય નમસ્કાર સહિત ધનુરાસન અને ભુજંગાસન વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે.
ધનુરાસન

આ આસન વજન ઓછુ કરવાની સાથે જાંઘ, પેઠુ, છાતી અને નિતંબમાં થયેલી ચરબી ઘટાડે છે. આ તે જગ્યાએથી વજન ઘટાડે છે જ્યાં વજન ઓછું કરવામાં સમસ્યા આવતી હોય છે. આ કરવાથી પેટમાં ખેંચાણની ભીતી થાય છે અને સાનુકૂળતા આવે છે. આ આસન દરમિયાન શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે. જો તમને કરોડરજ્જુની સમસ્યા હોય તો તમારે આ આસન ન કરવું જોઈએ.
નૌકાસન
![]()
આ આસન કરવાથી શરીર એક નાવડી જેવું થઈ જાય છે. આ આસનથી પીઠમાં મજબૂતી અને સાનુકૂળતા લાવે છે. તેને નિયમિત કરવાથી, શરીર સુવ્યવસ્થિત બને છે અને કમરની ચરબી ઓછી થાય છે.
સેતુબંધ આસન

સેતુબંધને બ્રિઝ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસનમાં પીઠને જમીનથી ઉપર કરી માથાને ટેકા વડે શરીરને સંતુલિત કરવાનુ હોય છે. આ આસન કરવાથી પેટ અંદર જવાની સાથે પીઠનો દુખાવો, થાઇરોઇડ અને હતાશા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. તેમાં 12 આસનો હોય છે, જેનો પ્રભાવ આખા શરીર પર પડે છે. આ કરવાથી ગળા, ફેફસાં અને પાંસળીનાં સ્નાયુઓ મજબૂત બને છે. નિયમિતપણે કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે.
ભુજંગાસન

આ આસન શરીરમાં ઓક્સિજન ભરવાનુ કામ કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તેને દિવસમાં 10 વખત કરવામાં આવે છે, ત્યારે હિપ્સ અને પેટની નીચેની ચરબી ઓછી થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
