Cricket/ કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન આગળ આવી ગયો છે. કોહલી ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પણ એક સ્થાનનો ફાયદો થયો છે….

Sports
1st 33 કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન આગળ આવી ગયો છે. કોહલી ઉપરાંત ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. કોહલીએ ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસનને હટાવી બીજા ક્રમનું સ્થાન મેળવ્યું છે.

1st 34 કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

ભારતીય ટેસ્ટ ટીમનાં કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોપ-10 ની યાદીમાં પ્રવેશ કર્યો છે જ્યારે ચેતેશ્વર પૂજારાએ પોતાનું સ્થાન સાતમા ક્રમે જાળવી રાખ્યું છે. ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પ્રથમ ક્રમે છે. બુમરાહ બોલરોની યાદીમાં આઠમાં ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ટોપ-10 માં પ્રવેશ કર્યો છે. બોલરોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનાં પેટ કમિન્સ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ઇંગ્લેન્ડનાં સ્ટુઅર્ટ બ્રોડ અને ન્યૂઝીલેન્ડનાં નીલ વેગનર છે.

1st 35 કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

ઓલરાઉન્ડરોની યાદીમાં ભારતનાં રવિન્દ્ર જાડેજા ટોચનાં ક્રમાંકિત ભારતીય ખેલાડી છે. રવિચંદ્રન અશ્વિન પણ આ યાદીમાં છે અને તેણે છઠ્ઠા સ્થાન મેળવ્યો છે. ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. ભારતને હવે ઓસ્ટ્રેલિયા સાથે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. તે ગુરુવારથી શરૂ થાય છે. ડે-નાઈટ ટેસ્ટ એડિલેડમાં બંને ટીમો વચ્ચે રમાશે, જે આ બંને ટીમો વચ્ચેનો પ્રથમ પિંક બોલ ટેસ્ટ હશે.

Instagram will load in the frontend.

 

Instagram will load in the frontend.

સિક્સર કિંગ આવી રહ્યો છે મેદાનમાં, આ ટૂર્નામેન્ટ માટે યુવરાજ સિંહની થઇ પસંદગી

ક્લોવિફિકેશનમાં 15 સ્થાનો માટે એડી ચોટીનું જોર લગાવશે 86 Teams

ICC એ જાહેર કર્યો મહિલા ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ, જુઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો