IPL 2022/ કોહલીની ટીમ ભલે IPL ની વિનર બની નથી પણ આ ટૂર્નામેન્ટનો તો એ જ છે કિંગ, જાણો આંકડા

જ્યારે પણ IPLની વાત થાય છે ત્યારે આપણે રોહિત શર્મા કે ધોનીની વાત કરીએ છીએ. કારણ કે આ બંનેએ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ અને ચેન્નાઈને ઘણી યાદગાર જીત અપાવી છે.

Sports
11 28 કોહલીની ટીમ ભલે IPL ની વિનર બની નથી પણ આ ટૂર્નામેન્ટનો તો એ જ છે કિંગ, જાણો આંકડા

જ્યારે પણ IPLની વાત થાય છે ત્યારે આપણે રોહિત શર્મા કે ધોનીની વાત કરીએ છીએ. કારણ કે આ બંનેએ પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ અને ચેન્નાઈને ઘણી યાદગાર જીત અપાવી છે. પરંતુ આપણે હંમેશા એક ખેલાડીને પાછળ છોંડી દઇએ છીએ કે તેણે પોતાની કેપ્ટનશિપમાં ક્યારે પણ તેની ટીમને આઈપીએલનો તાજ પહેરાવ્યો નથી. પરંતુ શું તમે જાણો છો કે આ ખેલાડીની સામે મોટા મોટા બેટ્સમેન પણ ક્યાંય ઉભા નથી રહેતા. તમે સમજી ગયા હશો અહી કોની વાત થઇ રહી છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ રન મશીન વિરાટ કોહલીની.

આ પણ વાંચો – કિશન હત્યાકેસમાં સાધુ સંતોનો આક્રોશ /  મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આપને જણાવી દઇએ કે, આઈપીએલની ટૂર્નામેન્ટમાં આ વખતે વિરાટ કોહલી કેપ્ટનશિપ નહી પણ બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. આઈપીએલમાં તેની RCB ટીમ ક્યારે પણ ખીતાબ જીતી શકી નથી. વિરાટ કેપ્ટન તરીકે એટલો સફળ રહ્યો નથી જેટલો ધોની અને રોહિત રહ્યા છે. પરંતુ બેટ્સમેન વિરાટે આઈપીએલમાં પોતાની હાજરી જાળવી રાખી છે. જરા આ આંકડાઓ પર નજર નાખો, IPLની 207 મેચોમાં કોહલીનાં બેટથી 6283 રન બન્યા છે, જે IPLનાં ઈતિહાસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત અન્ય કોઈ બેટ્સમેન અત્યાર સુધી 6000 રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. બીજા નંબર પર શિખર ધવન 5784 રન સાથે હાજર છે.

આ પણ વાંચો – U19 World Cup / આજે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશ મેળવવા મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સાથે કરશે મુકાબલો

વિરાટે તેની IPL કેરિયરમાં 5 સદી અને 42 અડધી સદી ફટકારી છે. આ આંકડા એટલા જબરદસ્ત છે જ્યારે કોહલીનું બેટ છેલ્લા 2 વર્ષથી શાંત છે. 2021 IPLમાં વિરાટનું નામ ટોપ 10 બેટ્સમેનમાં પણ નહોતું. આવી સ્થિતિમાં, જો વિરાટ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ ન કરી રહ્યો હોત, તો તેણે આજે વધુ રન બનાવ્યા હોત. હવે વિરાટ પાસે એક ખેલાડી તરીકે જવાબદારી છે કે તે IPL 2022માં બેંગ્લોરની ટીમને IPLની બોસ બનાવે.