Gujarat election 2022/ ‘કૂદકો’ કાંતિ અમૃતિયાએ માર્યો અને ‘ડૂબ્યાં’ બ્રિજેશ મેરજા

મોરબી પુલ હોનારત થઈ તેમા લોકોને બચાવવા માટે ભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિ અમૃતિયાએ કૂદકો માર્યો હતો, પરંતુ હવે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે પાણીમાં ‘કૂદકો’ કાંતિ અમૃતિયાએ માર્યો અને ‘ડૂબ્યાં’ બ્રિજેશ મેરજા છે.

Top Stories Gujarat Rajkot
guj morbi bjp 'કૂદકો' કાંતિ અમૃતિયાએ માર્યો અને 'ડૂબ્યાં' બ્રિજેશ મેરજા
  • કાંતિ અમૃતિયા 2017માં ટિકિટ કપાતા અગાઉ પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે
  • બ્રિજેશ મેરજાના લીધે જ 2017માં કાંતિ અમૃતિયાની ટિકિટ કપાઈ હતી
  • પ્રકાશ રવેશિયા હત્યાકાંડમાં બદનામ થવાના લીધે હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું
  • સાક્ષીઓ ફરી જતાં પ્રકાશ રવેશિયા હત્યાકાંડમાં નિર્દોષ જાહેર થયા
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કારકિર્દી શરૂ કરી

મોરબી પુલ હોનારત થઈ તેમા લોકોને બચાવવા માટે ભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિ અમૃતિયાએ કૂદકો માર્યો હતો, પરંતુ હવે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે પાણીમાં ‘કૂદકો’ કાંતિ અમૃતિયાએ માર્યો અને ‘ડૂબ્યાં’ બ્રિજેશ મેરજા છે.

મચ્છુ નદીના પાણીમાં કાંતિ અમૃતિયાએ લોકોને બચાવવા મારેલો કૂદકો તેમના માટે મોરબીથી ગાંધીનગર સુધી પહોંચાડતો હનુમાન કૂદકો સાબિત થયો છે. જયારે કોંગ્રેસમાંથી કૂદકો મારીને ભાજપમાં આવેલા વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજા ડૂબી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ફોન કરીને મોરબીની દુર્ઘટનાની સ્થિતિની માહિતી મેળવી હતી, લોકોને બચાવવા માટે કાંતિ અમૃતિયાએ જીવ જોખમમાં મૂકીને કરેલા કામથી મોદી પ્રભાવિત થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે કાંતિ અમૃતિયા 2017માં ટિકિટ કપાઈ તે પૂર્વે પાંચ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ કાંતિ અમૃતિયાએ શંકરસિંહના ખજૂરિયાવાળી સરકારમાં મંત્રીપદની ઓફર થઈ હોવા છતાં પણ ભાજપ છોડ્યું ન હતુ. તેમની પક્ષ માટેની નિષ્ઠાથી આમ પણ મોદી સીએમ હતા ત્યારે પણ પ્રભાવિત હતા. મોદી સીએમ હતા ત્યારે કાંતિ અમૃતિયા મોદી માટે સૌરાષ્ટ્રની પક્ષની બારી કે પક્ષનો અવાજ કહેવાતા હતા. સીએમ તરીકે મોદીને કાંતિ અમૃતિયા પક્ષની અને સરકારની વર્તમાન સ્થિતિની રજેરજ માહિતી આપતા હતા, જે તેમને કેશુભાઈ સામે ઘણી ઉપયોગી નીવડી હતી.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે પણ પક્ષ છોડીને ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના કરી ત્યારે પણ કાંતિ અમૃતિયાએ પક્ષનો સાથ છોડ્યો ન હતો. તે ધારાસભ્ય હતા ત્યારે તેમની સામે પ્રકાશ રવેશિયાની હત્યાનો કેસ દાખલ થયો હતો, પણ સાક્ષીઓ ફરી જવાના લીધે કાંતિ અમૃતિયા આ કેસમાં નિર્દોષ જાહેર થયા હતા. તેમણે અખિલા ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર તરીકે અને આરએસએસના સ્વયંસેવક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પ્રારંભમાં પૂરપીડિતો અને દુષ્કાળ પીડિતોને મદદ કરવા માટે તે ઘેરઘેર જાણીતા બની ગયા હતા.