મુંબઈ/ KRK એ સિદ્ધાર્થ શુક્લાને લઇને આપ્યું વિવાદિત નિવેદન, તેમની માતા વિશે પણ કહી આ વાત

વિચિત્ર નિવેદનને કારણે સમાચારોમાં રહેતા અભિનેતા કમલ રશીદ ખાન ઉર્ફે KRK એ એક વીડિયો બહાર પાડીને સિદ્ધાર્થનાં મૃત્યુ પર ઘણા વિચિત્ર ખુલાસા કર્યા છે. 

Entertainment
1 168 KRK એ સિદ્ધાર્થ શુક્લાને લઇને આપ્યું વિવાદિત નિવેદન, તેમની માતા વિશે પણ કહી આ વાત

પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનાં નિધનનાં સમાચાર દરેક માટે એકદમ આશ્ચર્યજનક છે. આજે પણ લોકો અને ખાસ કરીને તેના ફેન તે માનવા તૈયાર નથી કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. જણાવી દઇએ કે, અભિનેતાનું ગુરુવારે સવારે હૃદયરોગનાં હુમલાથી નિધન થયું. એક તરફ તેના મૃત્યુના સમાચારથી બધા દુઃખી છે, બીજી બાજુ, વિચિત્ર નિવેદનને કારણે સમાચારોમાં રહેતા અભિનેતા કમલ રશીદ ખાન ઉર્ફે KRK એ એક વીડિયો બહાર પાડીને સિદ્ધાર્થનાં મૃત્યુ પર ઘણા વિચિત્ર ખુલાસા કર્યા છે.

આ પણ વાંચો – વિરોધ પ્રદર્શન / અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

KRK એ પોતાના વીડિયોમાં કહ્યું છે કે, સિદ્ધાર્થનાં ચાહકો અને મિત્રો છેલ્લી વખત તેનો ચહેરો જોવા માંગતા હતા પરંતુ તેના પરિવારનાં સભ્યોએ કોઈને તેનો ચહેરો જોવા ન દીધો. KRK એ એમ પણ કહ્યું કે, સિદ્ધાર્થની માતા તેના પુત્રનાં મૃત્યુ પર વધારે રડતી નહોતી કારણ કે તે કદાચ જાણતી હતી કે આવું કંઈક થવાનું છે. સિદ્ધાર્થની માતા તદ્દન આધ્યાત્મિક છે. અભિનેતાએ તેના વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સિદ્ધાર્થનો મૃતદેહ હોસ્પિટલમાંથી ઘરે અને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈને તેનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. તેના બિગ બોસનાં પાર્ટનર અને નજીકનાં મિત્રએ ઘણી વખત સિદ્ધાર્થનો ચહેરો જોવાની વાત કરી હતી પરંતુ પરિવારનાં સભ્યોએ તેને ચહેરો જોવા ન દીધો. KRK નું કહેવું છે કે, પરિવારનાં સભ્યોએ બહાનું બનાવ્યું હતું કે, કોઈ સિદ્ધાર્થનો ફોટો લઇ લેશે.

આ પણ વાંચો – NEW FEATURE / WhatsApp માં ‘Money Heist’ના શાનદાર સ્ટીકર આવ્યાં, પ્રોફેસરથી લઈ ટોક્યો સુધી બધા જોવા મળશે તમારી ચેટમાં

કમાલ ખાન આ વીડિયોમાં આગળ કહે છે કે, હું આ વાત દાવા સાથે કહી શકું છું, જોકે કેટલાક લોકો માને છે કે કદાચ સિદ્ધાર્થનો ચહેરો કાળો, પીળો, લાલ, વાદળી થઈ ગયો છે. આ જ કારણ છે કે તેનો ચહેરો દેખાતો નથી. વીડિયોનાં અંતે અભિનેતાએ કહ્યું કે આ સાચું છે કે ખોટું, મને ખબર નથી કારણ કે હું ત્યાં હાજર નહોતો, જોકે હું માનું છું કે એવું કોઈ કારણ હતું કે અંતે દર્શન માટે સિદ્ધાર્થનો ચહેરો કોઈને ન બતાવવામાં આવ્યો.

https://youtu.be/YH8-YRKRwVE