kgf star yash/ સાઉથમાં કેમ નથી ચાલતી હિન્દી ફિલ્મો, KGF 2ના સ્ટાર યશે આપ્યો જવાબ

એવું નથી કે અમે બોલિવૂડની ફિલ્મો નથી જોતા, અમે જોઈએ છીએ, પરંતુ તેણે ફિલ્મ રિલીઝની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ…

Entertainment
Why Hindi films do not play in South, KGF 2 star Yash answered Salman Khan's question in this way

હાલના દિવસોમાં સાઉથની બે ફિલ્મોને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મ છે યશની KGF 2 ઇને Thalapathy Vijay. વિજયની ફિલ્મ 13 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે તો બીજી તરફ યશની ફિલ્મ 14 અપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. એક બાદ એક રિલીઝ થઈ રહેલી ફિલ્મને લઈને ટ્રેન્ડ એનાલિસ્ટ પણ ગૂંચવણમાં છે. તેમનું માનવું છે કે બંન્ને સુપરસ્ટાર છે અને બન્નેની જબરદસ્ત ફેનફોલોવિંગ છે. વચ્ચે થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મો પુષ્પા અને RRRને હિન્દી બેલ્ટમાં મળેલા અદભૂત રિસ્પોન્સને લઈને સલમાન ખાને પોતાનો મત આપ્યો હતો. તેનું કહેવું હતું કે અમારી ફિલ્મો સાઉથમાં ચાલતી કેમ નથી. તેના આ સવાલનો જવાબ KGF 2 ના સ્ટાર યશે આપ્યો છે.

સૂત્રોનું માનીએ તો યશે સલમાન ખાનના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, આવું નથી. ઘણીવાર અમારી ફિલ્મોનો પણ સારો રિસ્પોન્સ મળતો નથી. બોલિવૂડ ફિલ્મોને લઈને લોકો હજુ અજાણ છે. તેમણે થોડા સમય પહેલા જ ડબિંગ વર્ઝન શરૂ કર્યું છે, જ્યાં લોકો તેમની ફિલ્મોથી વાકેફ થઈ રહ્યાં છે.

યશે વધુમાં જણાવ્યું કે, કેટલાક વર્ષો સુધી અમારી ફિલ્મોને પણ સારો રિસ્પોન્સ મળતો નહતો, પરંતું દર્શકો ધીરે-ધીરે કંટેન્ટ અને એક્સપ્રેશન જોઈને સમજવા લાગ્યા હતા. બાદમાં એસએસ રાજામૌલીએ પ્રભાસને લઈને બાહુબલી બનાવ્યું અને તેનું કંટેન્ટ દર્શકોને ખુબ પસંદ આવ્યું. જેને જોતા કેજીએફ 1 પણ ચાલ્યું અને તે કોમર્શિયલ રૂપથી હિટ થઈ ગયું. તેમણે કહ્યું કે મારા ડાયરેક્ટર પાસે એવી સ્ક્રિપ્ટ હતી જ્યાં મને લાગ્યું કે આ સમગ્ર ભારતમાં ચાલી શકે છે.

યશે પોતાની વાતને લઈને આગળ કહ્યું કે, ભારતનું માર્કેટ ખુબ મોટું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અહિંયા જોડાઈને પોતાના વિચારો રજૂ કરી શકે છે. આપણી સંસ્કૃતિમાં ખુબ અંતર છે એટલા માટે આપણે તેને નબળાઈ નહીં પરંતુ આપણી તાકાત બનાવવી જોઈએ. જો કોઈ ફિલ્મ સમય લગાવે અને કંઈક સારું આપે તો દર્શકોને ભરોસો મળી શકે છે. નોર્થની ઘણી ફિલ્મ હિટ થઈ અને અમે બોલિવૂડ સ્ટાર્સની ઘણી ફિલ્મો જોઈ છે.

તેણે કહ્યું કે સલમાન ખાનનો સવાલ એકદમ યોગ્ય છે, પરંતુ એવું પણ નથી કે અમે બોલિવૂડની ફિલ્મો નથી જોતા, અમે જોઈએ છીએ, પરંતુ તેણે ફિલ્મ રિલીઝની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ ઈન્ડસ્ટ્રીના બિહેવિયરને સમજવો પડશે.

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ગૌશાળામાં 40થી વધુ ગાયો જીવતી સળગી ગઈ

આ પણ વાંચો: JNU વિવાદ પર રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું કે, આ ત્રણ કામ કરવાથી દેશ કમજોર થઈ રહ્યો છે

આ પણ વાંચો: રામ નવમીના ડાયરામાં પૂર્વમંત્રી ગણપત વસવા દ્વારા નોટોનો વરસાદ

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ,આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શું કહ્યું?