ભીષણ આગ/ ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ગૌશાળામાં 40થી વધુ ગાયો જીવતી સળગી ગઈ

આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે આગ નજીકની ગૌશાળા સુધી પહોંચી હતી અને કહેવાય છે કે ગૌશાળાની 50 જેટલી ગાયો આગની લપેટમાં આવી ગઈ હતી અને 40 જેટલી ગાયો બળીને દર્દનાક મોતને ભેટી હતી.

Top Stories India
ગાયો

એપ્રિલ મહિનામાં જ મે-જૂન જેવી ગરમી પડી રહી છે, જેના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે, પરંતુ તેના કારણે આગજનીની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તાજી ઘટના ગાઝિયાબાદથી સામે આવી છે. દિલ્હીના ઈન્દિરાપુરમ વિસ્તારમાં જ્યાં એક ઝૂંપડપટ્ટી આવેલી છે.ત્યાં ભીષણ આગ લાગતા હોબાળો મચી ગયો હતો. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે આગ નજીકની ગૌશાળા સુધી પહોંચી હતી અને કહેવાય છે કે ગૌશાળાની 50 જેટલી ગાયો આગની લપેટમાં આવી ગઈ હતી અને 40 જેટલી ગાયો બળીને દર્દનાક મોતને ભેટી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગને કારણે નાસભાગ મચી ગઈ હતી, ઝૂંપડામાં રાખેલા નાના સિલિન્ડરો પણ આ આગની લપેટમાં આવી ગયા હતા અને તે ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ભયાનક બની ગઈ હતી અને તેને વધુ લપેટમાં લીધી હતી. જે નજીકમાં આવેલી એક ગૌશાળામાં પહોંચી હતી.

જેના કારણે ગૌશાળામાં અનેક ગાયો જીવતી બળી ગઈ છે, ભીષણ આગના કારણે 100 થી વધુ ગાયો દાઝી ગઈ છે, જણાવવામાં આવી રહ્યું છે કે ઝૂંપડપટ્ટીની બાજુમાં કચરો પડ્યો હતો, જેમાં આગ સતત વધી રહી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો હતો. અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જેઓ હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કડક સૂચના આપી છે. તાત્કાલિક નોંધ લેતા, મુખ્યમંત્રીએ પીડિતોને 24 કલાકમાં તમામ શક્ય મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે વહીવટીતંત્રને ઘટનાસ્થળે પહોંચવા અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : JNU વિવાદ પર રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું કે, આ ત્રણ કામ કરવાથી દેશ કમજોર થઈ રહ્યો છે

આ પણ વાંચો :દિલ્હીમાં ફરી વધી રહ્યા છે કોરોના કેસ,આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શું કહ્યું?

આ પણ વાંચો : બે વર્ષ બાદ ફરી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, જાણી લો મહત્વની બાબતો

આ પણ વાંચો : હવે રાકેશ ટિકૈતે પણ વિપક્ષી એકતાની કરી અપીલ, કહ્યું, દેશમાં મોટા ખેડૂત આંદોલનની જરૂર છે