Gujrat Tourism/ ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ વિદેશીઓની પ્રથમ પસંદ બન્યું ગુજરાત, ગોવાને પછાડી ટૂરિઝમમાં દેશમાં નંબર 1 પર પંહોચ્યું

ગુજરાત વિદેશીઓની પ્રથમ પસંદ બન્યું છે. ટૂરિઝમમાં ગોવાને પછાડી ગુજરાત દેશમાં નંબર 1ના સ્થાન પર પંહોચ્યું છે. ઇન્ડિયન સ્ટેટ રેન્કીંગ સર્વેમાં સામે આવ્યું કે ગુજરાત હવે વિદેશીઓની પ્રથમ પસંદગી બનવા લાગ્યું છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 03T124610.109 'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં' વિદેશીઓની પ્રથમ પસંદ બન્યું ગુજરાત, ગોવાને પછાડી ટૂરિઝમમાં દેશમાં નંબર 1 પર પંહોચ્યું

ગુજરાત વિદેશીઓની પ્રથમ પસંદ બન્યું છે. ટૂરિઝમમાં ગોવાને પછાડી ગુજરાત દેશમાં નંબર 1ના સ્થાન પર પંહોચ્યું છે. ઇન્ડિયન સ્ટેટ રેન્કીંગ સર્વેમાં સામે આવ્યું કે ગુજરાત હવે વિદેશીઓની પ્રથમ પસંદગી બનવા લાગ્યું છે. વર્ષ 2019માં ગુજરાત દેશમાં ટૂરિઝમમાં સાતમાં ક્રમ પર હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં જ ગુજરાતે ટૂરિઝમમાં છલાંગ લગાવતા પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. વિદેશીઓને  ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ પસંદ આવ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે. ખાસ કરીને લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ અને કચ્છના સફેદ રણને વધુ પસંદ કરી રહ્યા છે.

દેશમાં મોટાભાગે વિદેશીઓનો ધસારો રાજસ્થાન અને ગોવામાં વધુ જોવા મળ્યો છે. વિદેશીઓ મહેલોની નગરી અને મહારાજા સંસ્કૃતિને વધુ પસંદ કરતા રાજસ્થાનની વધુ મુલાકાત લેતા હોય છે. જ્યારે ગોવામાં આધુનિકતા જોવા મળે છે. ત્યાંના સુંદર બીચ અને વ્હીસ્કીની મોજ સાથેની સફર લોકોને વધુ આર્કષતિ કરે છે. પરંતુ હવે વિદેશીઓનો ધસારો ગુજરાત તરફ વધ્યો છે. વર્ષ 2019માં 9.39 લાખ વિદેશી પર્યટકોએ  ગોવાની મુલાકાત લીધી હતી તે સમયે 5.95 લાખ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગુજરાતમાં સંખ્યામાં વર્ષ 2022માં જબરજસ્ત વધારો થયો. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવા બાદ આંતરરાષ્ટ્રીય પર્યટકો હવે ગુજરાતને પસંદ કરવા લાગ્યા છે.  આથી જ રાજ્ય સરકારના પર્યટન વિભાગે આતિથ્યમ પોર્ટલ વિકસાવતા મુખ્ય 110થી વધુ પ્રવાસન સ્થળોની માહિતી આપી છે.

વર્ષ 2019-20માં વિદેશી પર્યટકોની સંખ્યા 5.95 લાખ હતી જે 2022-23માં વધીને 17.90 લાખ પંહોચી હોવાનું ગુજરાત ટૂરિઝમ વિભાગે માહિતી આપી છે.આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં સૌથી વધુ કેનેડા અને અમેરિકાના પ્રવાસીઓ છે જેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટિ, કચ્છનું સફેદ રણ, અક્ષરધામ મંદિર, સોમનાથ મંદિર,  નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, સાબરમતી આશ્રમ તેમજ ગિફ્ટ સિટીના કારણે વિદેશી પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સુરક્ષા અને સલામતી, હ્યુમન રિસોર્સિસ અને પોલિટિકલ સ્ટેબિલિટિને ધ્યાનમાં રાખી સ્થાનની પસંદગી કરતા હોય છે. ગુજરાતમાં આ તમામ બાબતો વધુ સકારાત્મક હોવાથી હાલમાં વિદેશીઓની પ્રથમ પસંદગી ગુજરાત બની રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Taiwan Earthquake/તાઈવાનમાં આવેલ ભૂંકપમાં 3થી વધુના મોત, 50થી વધુ ગંભીરપણે ઇજાગ્રસ્ત, રેસ્કયુ ઓપરેશન જારી

આ પણ વાંચો: Taiwan Tabahi/તાઇવાનમાં તબાહી જ તબાહી, જુઓ એક ક્લીકમાં

આ પણ વાંચો:Taiwan Earthquake/તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ, અનેક ઇમારતો ધ્વસ્ત, વીજળી-ઇન્ટરનેટ બ્લેકઆઉટ