Not Set/ કુમાર વિશ્વાસની લક્ઝરી કાર ઘરની સામેથી ચોરાઇ, પોલીસે શરૂ કરી તપાસ

પ્રખ્યાત કવિ ડો.કુમાર વિશ્વાસની લક્ઝરી કાર તેમના ઘરની સામેથી ચોરાઇ ગઇ છે. કારની ચોરીની ફરિયાદ મળતાં પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફોર્ચ્યુનર કાર ઈન્દિરાપુરમ સ્થિત કુમાર વિશ્વાસનાં ઘરની સામે ચોરી કરાઇ હતી. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ચોરોની ધરપકડ કરવામાં આવશે. ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે […]

Top Stories India
KUMAR CAR કુમાર વિશ્વાસની લક્ઝરી કાર ઘરની સામેથી ચોરાઇ, પોલીસે શરૂ કરી તપાસ

પ્રખ્યાત કવિ ડો.કુમાર વિશ્વાસની લક્ઝરી કાર તેમના ઘરની સામેથી ચોરાઇ ગઇ છે. કારની ચોરીની ફરિયાદ મળતાં પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફોર્ચ્યુનર કાર ઈન્દિરાપુરમ સ્થિત કુમાર વિશ્વાસનાં ઘરની સામે ચોરી કરાઇ હતી. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં ચોરોની ધરપકડ કરવામાં આવશે.

ગાઝિયાબાદ પોલીસનું કહેવું છે કે ચોરોની શોધ કરવામાં આવી રહી છે અને આ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસ આસપાસનાં લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. બપોરે 1 વાગ્યાની આસપાસ કારની ચોરી થઈ હોવાની આશંકા છે. સવારે કાર ઘરની બહારથી ગાયબ હોવાનું જણાતાં કારની ચોરીનાં સમાચાર ફેલાયા હતા. વળી, હાઈપ્રોફાઇલ કેસ હોવાને કારણે પોલીસ પર પણ ઝડપથી ચોરોને પકડવાનું દબાણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.