14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અને જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. જેને બદલો ભારતે માત્ર 12 દિવસમાં જ લીધો હતો. અને આજે આ બાલાકોટ એરસ્ટ્રાઈકને બે વર્ષ પુર્ણ થયા છે.
- 40 જવાનોની શહીદીનો બદલો લીધો ભારતે
- શહીદીનો બદલો PoKમાં એર સ્ટ્રાઈકથી લીધો
- 14 ફેબ્રુઆરી, 2019નો કાળો દિવસ
- શહીદ થયા હતા ભારતના 40 વીર જવાનો
- પુલવામા હુમલાનો બદલો લીધો ભારતી સેનાએ
- આતંકીઓના ઘરમાં ઘુસીને બાતાવ્યો ભારતનો દમ
14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. નિશાન પર હતો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 78 વાહનોનો કાફલો. વિસ્ફોટમાં 40 જવાન શહીદ થયા હતા. આ અંગે સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લહેર હતી. આ આતંકી હુમલો સામાન્ય ચૂંટણી અગાઉ જ થયો હતો અને આ ઘટના અંગે રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો હતો.
જોકે બે સપ્તાહ પછી જ 26 ફેબ્રુઆરી, 2019ના રોજ મંગળવારે રાતે આશરે 3 કલાકે ભારતીય વાયુ સેનાના 12 મિરાજ 2000 ફાઈટર જેટ લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કરીને પાકિસ્તાનની સરહદમાં દાખલ થયા હતા અને બાલાકોટ ખાતે આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી તે ઘટના બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખાઈ રહી છે.
- આતંકીઓએ કર્યો ભારત પર કાયરોની જેમ હુમલો
- ભારતો અપ્યો હતો તેનો ખતરનાક જવાબ
- બાલાકોટ એરસ્ટ્રાઈકમાં 300 આતંકી માર્ય ગયા
સરકારી દાવા પ્રમાણે મિરાજ 2000એ આતંકવાદીઓના અડ્ડા પર આશરે 1,000 કિલોના બોમ્બ વરસાવ્યા હતા જેમાં આશરે 300 આતંકવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાનને ભારત આ પ્રકારની કોઈ કાર્યવાહી કરશે તેનો અણસાર પણ નહોતો આવ્યો. આ ઘટનાના 12 દિવસ પહેલા પુલવામા ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર આ હુમલો કર્યો હતો. ભારતે દાવો કર્યો કે ડોગ ફાઈટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ પાકિસ્તાની વાયુસેનાના એફ-16ને તોડી પાડ્યું. પાકિસ્તાને પણ મિગ-21ને તોડી પાડ્યું અને વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરી લીધી. જો કે દબાણમાં બે દિવસ પછી તેમને મુક્ત કરી દેવાયા.
દેશમાં ભારતીય વીરો પર થયેલી આ ઘટના બાદ જાકે સમગ્ર દેશ એક જુથ થઈ ગયું હતુ. અને દેશમાં આતંકીઓ માટે દુઃખ અને આક્રોશની લહેર ફરી વળી હતી. અને ત્યાર બાદ માત્ર 12 જ દિવસમાં સેનાએ ભારતીય જવાનોના શહીદીનો બદલો આતંકીઓના ઘરમાં ઘુસીને લીધો હતો. તો આ ઘટનાને આજે 2 વર્ષ પુર્ણ થયા છે. અને આજે પણ સમગ્ર દુનિયા ભારતના આ બદલાને યાદ કરે છે. અને ક્યાકને ક્યાક માને પણ છે કે જો ભારતે છંછેડવામાં આવશે તો ભારત ઘરમાં ઘુસીને પણ મારવમાં પણ શરમ નહિ કરે.