Surat News/ સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા કુમાર કાનાણીએ મ.ન.પા.ને લખ્યો પત્ર

આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગર પાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર આરામના મૂડમાં લાગી રહ્યું છે જેથી તેમની નિંદ્રા ઉડાવવા અને કામગીરી સાથે…….

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં (Surat) રોગચાળાએ (Epidemic) માથું ઉંચકતા માંદગીના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે છતાં સુરત મહાનરપાલિકાના (Surat Municipal Corporation) પેટનું પાણી નથી હલી રહ્યું. એસી કેબિનમાં બેસેલા બાબુઓ રોગચાળાને નિયંત્રણ કરવામાં નિષ્ફળ ગયા છે. આ તમામ વચ્ચે સ્થાનિક લેવલે ફરિયાદ મળતાં સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ મનપાના અધિકારીઓને પાણીથી પાતળા કરી નાખ્યાં છે. સુરત શહેરમાં દિવસેને દિવસે રોગચાળો વધી રહ્યો છે, વધતા રોગચાળાને લઈ મનપા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારો ભાર રોષ ફેલાયો છે, રોગચાળા પર નિયંત્રણ માટે ત્વારિત કાર્યવાહી કરવાને બદલે અધિકારીઓ ફોટો સેશનમાંથી ઉચા નથી આવતા આ તમામને લઈ સુરત મનપા કમિશનરને ધારા સભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી તાકીદ કરી છે.

કુમાર કાનાણી (Kumar Kanani) ખુદ ભાજપના ધારાસભ્ય (MLA) છે છતાં લોકોના હિત માટે ધારા સભય કુમાર કાનાણીએ એ સુરત મનપા કમિશનર શાલિની અગવાલને પત્ર લખ્યો છે અને પત્રમાં રોગચાળા અંગે બેદરકારી અને સફાઈના થતાં ફેલાતી માંદગીને લઇ નારાજગી વ્યક્ત કરી છે. સમગ્ર મામલે કુમાર ભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેમાં હાલ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા જીવલેણ રોગચાળા ફાટી નીકળ્યો છે. ગરીબ કહો કે અમીર લોકોના મૃત્યુઆંકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે કેટલીક જગ્યાએ તો દર્દીઓને દાખલ થવામાં હાલાકી ભોગવી પડી રહી છે. સાથે જ કડવી વાસ્તવિકતા એ પણ છે કે બ્લ્ડ બેંકોમાં પણ લોહીની અછત જોવા મળી રહી છે.

આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગર પાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર આરામના મૂડમાં લાગી રહ્યું છે જેથી તેમની નિંદ્રા ઉડાવવા અને કામગીરી સાથે કાયૅવાહી કરવા પત્ર લખ્યો છે. હાલ સુરતના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસો વેકરીયા રહ્યા છે. બીજી બાજુ મનપાનું આરોગ્ય વિભાગ ધુમસેલ તથા દવા છંટકાવની કાયૅવાહી કરવામાં આળસ કરી રહ્યું છે.

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ એસી કેબિનમાં બેસી માત્ર કાગળ પર એ જ કામગીરી કરી રહ્યા હોવાને કારણે લોકોની આ દશા થઈ હોવાનું સ્થાનિક લેવલ ની ધારા સભ્ય કુમાર ભાઈને ફરિયાદ કરવામાં આવી છે, જેથી લોકોના આરોગ્યને ધ્યાને રાખી કામગીરી સાથે કાર્યવાહી કરવા પત્ર લખી અપીલ કરવામાં આવી છે.

@રાબિયા સાલેહ 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, લેપ્ટોસ્પાઈરોસિસના બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં

આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં

આ પણ વાંચો:શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો