Not Set/ કચ્છ: બંદૂકની અણીએ આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો, 40 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર

કચ્છ, કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટ થઇ હોવાની ઘટના બની છે. લૂંટારૂઓ 40 લાખ રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટારૂઓ લૂંટ ચલાવવા માટે આવ્યા હતા અને સંચાલકને લૂંટી લીધો હતો. સંચાલકના લમણે બંદૂક ટાકી રાખી હતી અને આંગડિયા પેઢીમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી […]

Top Stories Gujarat Others Videos
mantavya 122 કચ્છ: બંદૂકની અણીએ આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો, 40 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર

કચ્છ,

કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટ થઇ હોવાની ઘટના બની છે. લૂંટારૂઓ 40 લાખ રૂપિયાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલી આંગડિયા પેઢીમાં લૂંટારૂઓ લૂંટ ચલાવવા માટે આવ્યા હતા અને સંચાલકને લૂંટી લીધો હતો.

સંચાલકના લમણે બંદૂક ટાકી રાખી હતી અને આંગડિયા પેઢીમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

બાદમાં આંગડિયા પેઢીના માલિક દ્વારા પોલીસમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જેના આાધારે પોલીસે આરોપીઓને પકડવા માટે હાલ તો સમગ્ર જિલ્લામાં નાકાબંધી ગોઠવી દીધી છે.

ત્યારે હવે આરોપી પોલીસની પકડમાં ક્યારે આવશે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ખુલ્લેઆમ આવી રીતે લૂંટારૂઓ દ્વારા લૂંટ મચાવતા સમગ્ર આંગડિયા પેઢીઓમાં બીકનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.