Not Set/ કચ્છ: ડ્રગ્સ સ્મગલિંગ – ગઇકાલની જેમે ફરી આજે પણ મળી આવ્યું 5 કરોડનું ડ્રગ્સ

મહત્મ આતંકી ફંડીગનો મુખ્ય માર્ગ એટલે ડ્રગ્સનાં સ્મગલિંગરો અને આતંકનું જનક એટલે પાકિસ્તાન. પાકિસ્તાન દરેક ક્ષેત્રમાં ભારતને નુકસાન પહોચાડવા માટે તત્પર જોવા મળે છે. વિશ્વમાં સૌથી યુવાન દેશની ગણનામાં આવતા ભારતનાં યુવાધનને નશાનાં રસ્તેે વાળી પાકિસ્તાન પોતાની આ મેલી મુરાદને બરલાવવાની વેતરણમાં છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. અને આ કારણથી જ પાકિસ્તાન દ્વારા […]

Top Stories Gujarat Others
dc Cover 5p25kithga2rmr4bjeadtus0k4 20170128121421.Medi કચ્છ: ડ્રગ્સ સ્મગલિંગ - ગઇકાલની જેમે ફરી આજે પણ મળી આવ્યું 5 કરોડનું ડ્રગ્સ

મહત્મ આતંકી ફંડીગનો મુખ્ય માર્ગ એટલે ડ્રગ્સનાં સ્મગલિંગરો અને આતંકનું જનક એટલે પાકિસ્તાન. પાકિસ્તાન દરેક ક્ષેત્રમાં ભારતને નુકસાન પહોચાડવા માટે તત્પર જોવા મળે છે. વિશ્વમાં સૌથી યુવાન દેશની ગણનામાં આવતા ભારતનાં યુવાધનને નશાનાં રસ્તેે વાળી પાકિસ્તાન પોતાની આ મેલી મુરાદને બરલાવવાની વેતરણમાં છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. અને આ કારણથી જ પાકિસ્તાન દ્વારા ભારતમાં અબજો રૂપીયાનું ડ્રગ્સની સ્મગલિંગ કરવામાં આવે છે. પાકિસ્તાન ફરી એક વખત આ મામલે રંગે હાથ ઝડપાઇ ગયું છે.

પાકિસ્તાન તરફથી ડ્રગ્સ સ્મગલિંગ માટે ગુજરાતનું કચ્છ પોતાનાં દુર્ગમ ભૌગોલીક ક્ષેત્રનાં કારણે સ્વર્ગ માનવામાં આવે છે. અને આપણી સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી કચ્છમાંથી ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ફરી કચ્છના દરિયામાં BSFને પેટ્રોલિંગ દરમ્યાન લખપત પાસેની ક્રિક નજીકથી અધધધ 5 કરોડનું ડ્રગ્સ પેકેટ મળી આવ્યું છે.

આપણ વોંચો: કચ્છનાં જખૌ નજીક ભારતીય જળસીમામાંથી ડ્રગ્સનો 1 હજાર કરોડનો જંગી જથ્થા ઝડપાયો

આપને જણાવી દઇએ કે ગઇકાલે પણ આ વિસ્તારમાંથી એક પેકેટમાં ડ્રગ્સ મળી આવ્યું હતું જેની પણ અંદાજીત કિંમત 5 કરોડ જ હોવાનું સામે આવી રહ્યું છે. રવિવારે સાંજે બીએસએફની 108 બટાલિયનને આ ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે’2019માં કોસ્ટગાર્ડે અલ મદીનાં બોટ પર છાપો મારતા 194 પેકેટ સાથે 6 ડ્રગ્સ કેરિયરોને ઝડપ્યા હતા. કોસ્ટગાર્ડનાં છાપા દરમ્યાનડ્રગ્સ કેરિયરોઓ દ્રારા અનેક પેકેટ પાણીમાં ફેકીં દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.  ત્યારે આ પેકેટો તેજ ખેંપનાં હેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. BSF અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ પૂર્વે પણ મળ્યા હતા.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 કચ્છ: ડ્રગ્સ સ્મગલિંગ - ગઇકાલની જેમે ફરી આજે પણ મળી આવ્યું 5 કરોડનું ડ્રગ્સ