કચ્છ/ કચ્છીઓની વિરાસત મડઆર્ટ હવે એમોઝોન ઉપર…

એમેઝોન પણ પ્રાઈમ સેલર તરીકે પ્રમોટ કરે છે. કલાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષે ચાર થી પાંચ લાખ રૂપિયાની કમાણી થાય છે.

Gujarat Others
gold 1 કચ્છીઓની વિરાસત મડઆર્ટ હવે એમોઝોન ઉપર...

@કૌશિક છાયા, કચ્છ

સરહદી કચ્છમાં અનેક કલા કારીગરી જોવા મળે છે કચ્છની બોલી અલગ છે તેવી રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે ત્યારે આજે આપણે વાત કરવી છે કચ્છની અનોખી મડઆર્ટ કળાની,આ કલા વારસો જાળવી રાખવામાં હવે માત્ર ગણ્યા ગાંઠ્યા કારીગરો જ બચ્યા છે.

Lippan Art /Mud & Mirror work ! at Kodihalli, Bangalore - Events High

કરછમાં અનેક ખજાનો ધરબાયેલો છે. સંતો મહંતોની ભૂમિમાં ક્યાંક હડપ્પપીય સંસ્કૃતિ મળી આવે છે તો ક્યાંક મંગળ ગ્રહ જેવા ખનીજો પણ મળી આવે છે. બીજીબાજુ કચ્છના કલાકારોની કળા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કચ્છનું ભરતકામ, સૂડી ચપ્પુ, કરછની તલવાર, રોગાન આર્ટ વિગેરે જગ વિખ્યાત છે.

Lippan Art /Mud & Mirror work ! at Kodihalli, Bangalore - Events High

ત્યારે આજે કચ્છના છેવાડા ના સફેદરણ થી દસ કિલોમીટર પહેલા આવતા શીનીયાડો ગામના મડવર્કના આર્ટિસ્ટ મજીખાન મૂતવાની મુલાકાત લેવાઈ હતી, કચ્છના છેવાડાના ગામડામાં રહીને મડવર્ક એટલેકે માટી કામ થી અવનવી વોલપીસ, ફ્રેમો બનાવી તેઓ કલાની સાધના કરે છે.

Wholesale Supplier of Mud Work Wall Hanging Handicraft & Pottery From Mud Handicraft Of Kutch by MV Creation, Bhuj

માત્ર સોળ વર્ષની ઉંમરે મડવર્ક આર્ટિસ્ટ તરીકે કામ કરવાની ધગશ પેદા થઈ. અને માત્ર રૂ. ₹૪૮૫/- નું રોકાણ કરી કલા શરૂ કરી જે આજે વિશ્વવિખ્યાત બની છે. પ્રવાસીઓ અહીંથી મડવર્કની ફ્રેમ લઈ જતા હોય છે પરંતુ સમયની સાથે કદમ મિલાવી ઓનલાઇન સેલિગ પણ શરૂ કરાયું છે સરહદી ગામના આ કારીગર છેલ્લા ત્રણ વર્ષથી એમેઝોન સાથે જોડાયેલા છે.

artnlight: The mud mirror homes of Gujarat | Indian traditional paintings, Indian folk art, Traditional paintings

એમેઝોન પણ પ્રાઈમ સેલર તરીકે પ્રમોટ કરે છે. કલાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષે ચાર થી પાંચ લાખ રૂપિયાની કમાણી થાય છે.માંજી ખાન મડવર્કની કામગીરીમાં કરછની અલગઅલગ અને બારીક ડીઝાઇન માં માસ્ટર છે. જેને કારણે તેમની આ કલાત્મક ફ્રેમ ના સમગ્ર વિશ્વમાંથી ઓર્ડર મળે છે જોકે આ કળા વારસા સાથે જોડાયેલા હવે ગણ્યા ગાંઠયા કારીગરો બચ્યા છે આ કળાને આગળ લાવવી જરૂરી છે .

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…