Not Set/ કચ્છ : અબડાસામાં છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા

કચ્છનાં અબડાસા તાલુકાનાં સિંઘોડી વાડી વિસ્તારમાં આવેલા 66કેવી સબસ્ટેશનમાંથી સ્થાનિકોને છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા હતા અને કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. લોકોનું કહેવુ છે કે, અમને છેલ્લા ઘણા સમયથી વીજળી આપવામાં આવતી નથી. જેની સીધી અસર અમારા જીવન પર પણ પડી રહી છે. અબડાસા તાલુકાનાં સિંધોડી વાડી વિસ્તારમાં આવેલા 66કેવી […]

Gujarat Others
761300 powersector 022618 કચ્છ : અબડાસામાં છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા

કચ્છનાં અબડાસા તાલુકાનાં સિંઘોડી વાડી વિસ્તારમાં આવેલા 66કેવી સબસ્ટેશનમાંથી સ્થાનિકોને છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા હતા અને કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. લોકોનું કહેવુ છે કે, અમને છેલ્લા ઘણા સમયથી વીજળી આપવામાં આવતી નથી. જેની સીધી અસર અમારા જીવન પર પણ પડી રહી છે.

અબડાસા તાલુકાનાં સિંધોડી વાડી વિસ્તારમાં આવેલા 66કેવી સબસ્ટેશનમાંથી ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો અપાતો નથી જેના કારણે વિસ્તારનાં ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ અધિકારીઓ દાદ દેતા નથી. પૂરતી લાઈટ ન મળવાના કારણે ખેડૂતોને પાક લેવામાં હેરાનગતિ થઈ રહી છે. વીજળી ન મળવાથી પાકને નુકશાન થશે તો જવાબદારી વિજતંત્રની રહેશે તેવી ચીમકી પણ અપાઈ હતી. વીજ ધાંધિયાથી પરેશાન તાલુકાનાં લાલા, સિંધોડી, પરજાઈ, વાંકુ, રાપરગઢ, કડુલી, બુડીયા સહિતનાં ગામોનાં ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે સબસ્ટેશન સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે વિજતંત્રનાં જવાબદારોએ 66કેવીમાંથી લાઈટ આપવાની ખાતરી આપી ટૂંક સમયમાં બીજી વીજ લાઈન પાથરી આપવાની બાંહેધરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.