પ્રવાસ/ ગૃહમંત્રી અમિત શાહ ક્ચ્છ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધોરડોમાં….

સરહદી વિસ્તાર વિકાસ યોજના હેઠળના કામોની ચર્ચા માટે અમિત શાહ કચ્છ આવી રહ્યા છે. ધોરડોમાં રાતવાસો કરે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે

Top Stories Gujarat Others
melania 6 ગૃહમંત્રી અમિત શાહ ક્ચ્છ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધોરડોમાં....

@કૌશિક છાયા, કચ્છ

સરહદી વિસ્તાર વિકાસ યોજના હેઠળના કામોની ચર્ચા માટે અમિત શાહ કચ્છ આવી રહ્યા છે. ધોરડોમાં રાતવાસો કરે તેવી શક્યતા વ્યકત કરાઈ રહી છે
11 મીએ ખાસ હેલિકોપ્ટરથી ધોરડો આવી,12 મીએ ક્ચ્છ,બનાસકાંઠા અને પાટણના સરપંચો સાથે વાતચીત કરશે,સુરક્ષાને લઈને આર્મી, બી.એસ.એફ.વાયુદળ, સ્થાનિક પોલીસે અત્યારથી જ તૈયારી કરી છે.

Bollywood / કંગના રનૌતે જો બિડેનને ‘ગજિની’ સાથે સરખાવતા કહ્ય…

દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવ યોજાય છે આ વર્ષે કોરોનાંને લઈને માત્ર તંબુનગરી ઉભી કરાઇ છે,વળી આ વર્ષે વાઈટ રણમાં પણ હાલ પાણી ભરાયેલા છે જેથી લોકો હાલ રણની ચાંદની માણી શકે તેમ નથી,સ્થાનિકોના કહેવા મુજબ જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વાઈટ રનમાં પાણી ક્લિયર થઈ શકે તેમ છે.

Jammu Kashmir / સૈન્ય કાર્યવાહીમાં સુરક્ષા દળના 3 જવાનો શહીદ, બે આતંકીઓને કર…

હાલ જ્યારે અમિત શાહ આવી રહ્યા છે ત્યારે 12 તારીખથી તંબુનગરી શરૂ થઇ જાય તેવી પણ વર્તુળોનું કહેવું છે,ધોરડો ખાતે બે હેલિપેડ તેમજ રહેવા માટેની અલાયદી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે,અમિત શાહની વ્યવસ્થા માટે ખાસ વ્યજન વાનગીમાં બનાવાંસે, તમ્બુનગરીમાં કચ્છના કલાકારોને પણ બોલાવાંસે, જેઓની કલા અહી પ્રસ્તુત કરવામાં આવશે,ઉલ્લેખનીય છે કે જ્યારથી મહાનાયક અમિતાભ બચન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ રણમાં આવીને જે પ્રસિદ્ધિ અપાવી છે જે આજે દુનિયાના ખુણે ખૂણે સુંધી પહોંચી ગયું છે તે એક હકીકત છે.

mumbai / અર્ણબ ગોસ્વામીએ હાથ જોડીને કહ્યું – મારા જીવને જોખમ છે…