Pride/ કચ્છી સપૂત યુવા-સાહસિક પર્વતારોહી જતીનના સાહસને બિરદાવશે મલ્હાર કેમ્પિંગ

હિમાલય પર્વતારોહણ સાહસિકો માટે પડકારરૂપ હોવાથી દુનિયાભરના પર્વતારોહકો તેના શિખરને સર કરવા થનગનતા હોય છે, તેમા સફળતા મેળવનાર સાહસિકો નું જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયી બનતું હોય છે.

Gujarat Others
સાહસિક પર્વતરોહિ કચ્છી સપૂત જતીનભાઈ ચૌધરીના આ પર્વતારોહણના સાહસને સન્માનવા

હિમાલય પર્વતારોહણ સાહસિકો માટે પડકારરૂપ હોવાથી દુનિયાભરના પર્વતારોહકો તેના શિખરને સર કરવા થનગનતા હોય છે, તેમા સફળતા મેળવનાર સાહસિકો નું જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયી બનતું હોય છે.  કચ્છના યુવાન સાહસિકો હિમાલયના શિખરો ને સર કરવાનો આ પડકાર ઝીલવા માટે સ્વપ્નો સેવતા હોય છે એમાં કેટલાકને સફળતા પણ મળે છે. નિવૃત્ત પી.એસ.આઇ રામસિંહભાઈ ચૌધરીના પર્વતારોહક સાહસિક પુત્ર જતીનભાઈ ચૌધરી ૪૨ વર્ષની ઉંમરે ગતમહિને પર્વતારોહકો માટે પડકારરૂપ લેખાતું અતિ-કઠિન શિખર અમા ડબ્લમ જેની ઉંચાઈ ૨૨, ૫૦૦ફિટ છે આ શિખરને સર કરીને ગુજરાતનું નામ કચ્છી તરીકે આખા પર્વતારોહણ ના ઇતિહાસમાં ભારતમાં રોશન કર્યું હતું.

સાહસિક પર્વતરોહિ કચ્છી સપૂત જતીનભાઈ ચૌધરીના આ પર્વતારોહણના સાહસને સન્માનવા

સાહસિક પર્વતરોહિ કચ્છી સપૂત જતીનભાઈ ચૌધરીના આ પર્વતારોહણના સાહસને સન્માનવા અને યુવાપેઢીને આવા સાહસ કરવાની પ્રેરણા મળે એ માટે યુવા-પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમર્પિત સંસ્થા “મલ્હાર કેમ્પિંગ” ના સંયોજકો દ્વારા જતીન-સાહસ-સન્માન નું આયોજન તારીખ ૧૭, બુધવારના રોજ પૂર્વ સંધ્યા એ કરવામાં આવ્યું છે.

સાહસિક પર્વતરોહિ કચ્છી સપૂત જતીનભાઈ ચૌધરીના આ પર્વતારોહણના સાહસને સન્માનવા

કચ્છી સાહસિક પર્વતારોહી જતીન ચૌધરી એ હિમાલયમાં ટ્રેકિંગ અને પર્વતારોહણના શોખ ને જીવનમંત્ર બનાવી, યુવાન સાહસિકો માટે પડકારરૂપ કહી શકાય તેવો અજય શિખર લોબ્યુસ જેની ઊંચાઈ ૨૧ હજાર ફીટ છે તેનેપણ સર કરી પર્વતારોહણ ક્ષેત્રે કચ્છનું નામ રોશન કરેલ છે. આમ તેમણે બબ્બે શિખરો કચ્છી તરીકે સર કર્યા છે. જે કચ્છ માટે ગર્વની વાત છે.

પર્વતારોહી જતીન ચૌધરી ને બિરદાવવા માટે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અગ્રણી સંસ્થા “કચ્છ જે કારાયલ જો કેકારવ” પણ જતીન-સાહસ-સન્માન કાર્યક્રમમાં સહભાગી થશે.

કોમ્યુનિટી કિચન / લોકોને ભૂખમરાથી બચાવવા એ સરકારની ફરજ છે : SCની કડક સૂચના

ડ્રગ્સ કેસ / સમીર વાનખેડે મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, 25 મિનિટ સુધી ચાલી હતી બેઠક

Viral Video / ભાવુક લોકોએ વિદાય વખતે વરસાવ્યા ફૂલ, અને પોલીસકર્મી રડી પડ્યો