Not Set/ આધુનિક શિક્ષણમાં આધ્યાત્મિકતાની ઉણપ, સૌ.યુનિ.પદવીદાન સમારંભમાં રાજ્યપાલનું સંબોધન

કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 55 પદવીદાન સમારંભ સીમિત મહાનુભાવો અને શિક્ષણવિદોની વચ્ચે યોજવામાં આવ્યો હતો.

Top Stories Rajkot
rajkot

કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 55 પદવીદાન સમારંભ સીમિત મહાનુભાવો અને શિક્ષણવિદોની વચ્ચે યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારંભ યોજાયો હતો. રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજી યુક્ત જરૂરી બન્યું છે પરંતુ તેમાં આધ્યાત્મિક ચિંતન જોવા મળતું નથી.

latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં 98 વિદ્યાર્થીઓને 114 ગોલ્ડમેડલ સહિત 29777જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ તમામ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓમાં યુવતીઓ સામે યુવાનોની સંખ્યા ઓછી જોવા મળી હતી. 77 યુવતીઓ સામે 27 યુવકોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેથી શિક્ષણ મંત્રી કુમાર કાનાણી એ આ અંગે વિદ્યાર્થીઓને ટકોર કરી હતી.

drawing / આવી રીતે આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવ…

આ પદવીદાન સમારંભ અંતર્ગત બાબરાની સરકારી વિનયન કોલેજ ના વિદ્યાર્થી લાલજી મકવાણા ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે જ્યારે મોરબીની પ્રભાબેન કોલેજની વિદ્યાર્થીની માધુરી સોઢાએ એલએલપીમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમજ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.

રાજકોટ / કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ માં કેસરીયો ધારણ કરશે …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…