જામીન અરજી/ લખીમપુર હિંસાના મુખ્ય આરોપીની જામીન અરજીની સુનાવણી હવે આ તારીખે થશે…

SUVથી ચાર ખેડૂતોને કચડી નાંખવાના કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અજ્ય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી

Top Stories India
SHISH લખીમપુર હિંસાના મુખ્ય આરોપીની જામીન અરજીની સુનાવણી હવે આ તારીખે થશે...

લખીમપુર ખીરી હિંસામાં SUVથી ચાર ખેડૂતોને કચડી નાંખવાના કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અજ્ય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી હજપુણ તેને જેલમાં જ દિવસો ગુજારવા પડશે.કોર્ટે આશિષની જામીન સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ નક્કી કરી છે.

નોંધનીય છે કે 3 ઓક્ટોબરના દિવસે  કૃષિ કાયદાનો વિરોધ કરીને પરત ફરી રહેલા ચાર ખેડૂતોને એસયુવી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આ પછી હિંસામાં એક પત્રકાર, ડ્રાઈવર અને બીજેપી કાર્યકરના મોત નિપજ્યાં હતા. લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ આઠ લોકો માર્યા ગયા હતા. ખેડૂતોને કચડી નાખનાર એસયુવીના કાફલામાં કુલ ત્રણ કાર હતી. તેમાંથી એક કાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્રની હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ, 29 નવેમ્બરે સુનાવણી કરતી વખતે, ન્યાયમૂર્તિ કેએસ પવારે રાજ્ય સરકારને 10 દિવસમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આશિષના જામીન અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઈકોર્ટની લખનૌ બેંચમાં થયેલી સુનાવણીમાં પણ આશિષને રાહત મળી નથી. જસ્ટિસ કરુણેશ સિંહ પવારની સિંગલ બેન્ચે આશિષની જામીન અરજી પર સુનાવણી કરી.

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કેન્દ્રીય મંત્રી આશિષ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી છે. તેની સામે હત્યા સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લખીમપુર હિંસાની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. SITએ મંત્રીના પુત્ર સહિત 12 અન્ય આરોપીઓની ઓળખ કરી હતી. દરેકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આશિષ સહિત તમામ 13 આરોપીઓ જેલમાં છે.