નવી દિલ્હી/ ભાગેડુ કહેવા પર લલિત મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, કહ્યું- બ્રિટનની કોર્ટમાં કેસ કરીશ

લલિત મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટનની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે. લલિત મોદીએ રાહુલ ગાંધીને ‘ભાગેડુ’ કહેવા પર નિશાન સાધ્યું છે.

Top Stories India
લલિત મોદીએ

આઈપીએલના સ્થાપક લલિત મોદીએ મોદી સરનેમ પરના નિવેદન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને ‘ભાગેડુ’ કહ્યા છે. તેમણે રાહુલ ગાંધી સામે યુકેની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે.

લલિત મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા અનેક ટ્વિટ કર્યા છે. તેમણે કહ્યું કે, હું રાહુલ ગાંધીને વારંવાર કહેતા જોઉં છું કે હું ભાગેડુ છું. રાહુલ ગાંધીને પપ્પુ ગણાવતા લલિત મોદીએ કહ્યું કે લાગે છે કે વિપક્ષી નેતાઓ પાસે કોઈ કામ નથી. તેઓ કાં તો ખોટી માહિતી ધરાવે છે અથવા માત્ર બદલાની ભાવનાથી નિવેદનો આપે છે.

રાહુલ ગાંધીએ નક્કર પુરાવા સાથે સામે આવવું પડશે

લલિત મોદીએ કહ્યું, “મેં રાહુલ ગાંધીને યુકેની કોર્ટમાં લાવવાનો નિર્ણય કર્યો છે. હું તેમની સામે કેસ કરવા જઈ રહ્યો છું. મને ખાતરી છે કે તેમણે કોઈ નક્કર પુરાવા સાથે આવવા પડશે. હું તેમને પોતે મુર્ખ  બનાવતા જોવા માટે રાહ જોઈ શકતો નથી.” આર.કે. ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોરા, સતીશ શરણ બધા ગાંધી પરિવારના સભ્યો હતા. નારાયણ દત્ત તિવારીને ભૂલવું ન જોઈએ. કમલનાથને પૂછો કે તેઓ બધાને વિદેશી સંપત્તિ કેવી રીતે મળી? હું માહિતી મોકલી શકું છું.”

મોદી સરનેમ કેસમાં રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત કોર્ટે મોદી અટક કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કારણે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ એક રેલીમાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો:વિમાન નિર્ધારિત સમય કરતા વહેલા ઉપડતા 15થી વધુ મુસાફરો ફલાઇટ ચૂકી ગયા, ભારે હોબાળો

આ પણ વાંચો:હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ,જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ચાઇનાની ધિરાણ આપતી એપ પર EDની મોટી કાર્યવાહી,106 કરોડ કર્યા જપ્ત

આ પણ વાંચો: રાહુલ ગાંધી મામલે પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર કર્યા પ્રહાર કહ્યું..