Hospitalized/ લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપની તબિયત બગડતા હોસ્પિટમાં દાખલ કરાયા

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહાર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવ બુધવારે મોડી સાંજે અચાનક તબિયત લથડી ગઇ હતી

Top Stories India
10 2 4 લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપની તબિયત બગડતા હોસ્પિટમાં દાખલ કરાયા

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહાર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તેજ પ્રતાપ યાદવ બુધવારે મોડી સાંજે અચાનક તબિયત લથડી ગઇ હતી, જેના પછી તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આરજેડીના સૂત્રોએ જણાવ્યું કે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેજ પ્રતાપ યાદવને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, તેજ પ્રતાપની પ્રાથમિક તપાસ બાદ તબીબોએ તેમને તાત્કાલિક ઇમરજન્સી ICUમાં દાખલ કર્યા હતા. ડો.વિકાસ સિંહના યુનિટમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. મેડીવર્સલ હોસ્પિટલના ઓર્થોપેડિક્સના ડાયરેક્ટર ડૉ. નિશિકાંતે જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે અને તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે. તેમના પર તમામ પ્રકારની તપાસ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ તેની પીડાનું કારણ જાણી શકાશે.