unjha/ અજાણ્યા શખ્સોએ જમીન દલાલનું ગળું કાપીને કરી હત્યા

ઊંઝાના જમીન દલાલ યુવકની અજાણ્યા શખ્સોએ છરી વડે ગળું કાપી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.જ્યારે આ વાત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ ગઈ છે.

Gujarat Others

ઊંઝાના જમીન દલાલ યુવકની અજાણ્યા શખ્સોએ છરી વડે ગળું કાપી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.જ્યારે આ વાત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ ગઈ છે. વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરના દિવસે ઘરેથી કામ માટે બહાર જવાનું કહીને નીકળ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે બાવળોની ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચો : જેસલમેરમાં સૈનિકો સાથે દિવાળી માનવી શકે છે PM મોદી

મળતી માહિતી અનુસાર, ઊંઝા તાલુકાના વરવાડા ગામના વતની અને ઊંઝા ખાતે રહી જમીન દલાલનો વ્યવસાય કરતાં વિષ્ણુજી ગલાજી ઠાકોર 10 નવેમ્બરે ઘરેથી કામથી બહાર જવાનું કહીને નીકળ્યા હતા. દરમિયાન ગઈ કાલે ગુરુવારે સવારે ઊંઝા બાલીસણા રોડ પર આવેલા મહાદેવજીના મંદિરના પાછળના ભાગે ઝાડીમાંથી વિષ્ણુજી ઠાકોરની ગળું કાપેલી અને પીઠના ભાગે ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ પણ વાંચો : સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, કહ્યું – અગાઉનો રિપોર્ટ પણ હતો…

ઘટનાની જાણ થતા બાલીસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાઈક નંબરને આધારે તપાસ કરી પરિજનોનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સ સામે હત્યાને ગુનો નોંધ્યો છે.