Delhi Heat Map Study 2026: દેશની રાજધાની દિલ્હી હાલમાં કાળઝાળ અને જીવલેણ ગરમીની લપેટમાં છે. મે મહિનો શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં જમીનની સપાટીનું તાપમાન (Land Surface Temperature) 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નવા હીટ મેપે દિલ્હીની આ કડવી હકીકતને જગજાહેર કરી દીધી છે કે દિલ્હીની આ ભયાનક ગરમી દરેક વિસ્તાર અને દરેક વ્યક્તિને એકસરખી નથી દઝાડી રહી. કેટલાક વિસ્તારો જાણે આગની ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય રાહત છે. આ અસમાનતા માત્ર હવામાનની નથી, પરંતુ દિલ્હીમાં વધી રહેલા આડેધડ શહેરીકરણ, કંક્રીટના જંગલો અને ગરીબીની પણ સાક્ષી પૂરે છે.
દિલ્હીનો હીટ મેપ શું દર્શાવે છે?
આ હીટ મેપ દિલ્હીના સમગ્ર ભૌગોલિક વિસ્તારને અલગ-અલગ રંગો દ્વારા દર્શાવે છે. મેપમાં લાલ અને ઘેરો નારંગી રંગ ધરાવતા વિસ્તારો સૌથી વધુ ગરમ છે, જ્યાં તાપમાન 53 થી 60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, પીળો અને આછો લીલો રંગ ધરાવતા વિસ્તારો પ્રમાણમાં ઠંડા છે. અહેવાલ મુજબ, મે મહિનામાં દિલ્હીની જમીનની સપાટીનું સરેરાશ તાપમાન 48.46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શહેરના આશરે બે-તૃતીયાંશ વોર્ડમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે દિલ્હીના બહારના વિસ્તારો એટલે કે પેરિફેરી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઉત્તર- પશ્ચિમ, દક્ષિણ- પશ્ચિમ અને પૂર્વી દિલ્હીના અનેક ભાગો હીટ મેપમાં સૌથી વધુ લાલ દેખાય છે, જ્યારે સેન્ટ્રલ દિલ્હી અને લ્યુટિયન્સના લીલાછમ વિસ્તારોમાં તાપમાન ઓછું છે. એકંદરે, દિલ્હીનો 76 ટકા વિસ્તાર સતત ગંભીર હીટ-સ્ટ્રેસ (અસહ્ય ગરમીના તણાવ) ની સ્થિતિમાં છે, જે કોઈ એક દિવસની સમસ્યા નથી પણ કાયમી બની ગઈ છે.
Delhi માં ગરમી વધારવા પાછળના મુખ્ય કારણો
દિલ્હીની(Delhi) આ ગરમી માત્ર કુદરતી નથી, તેમાં માનવીય ભૂલોનો હાથ છે. તીવ્ર શહેરીકરણે લીલાછમ વૃક્ષો કાપીને આખા શહેરને કંક્રીટ, ડામરના રોડ અને સિમેન્ટની ઇમારતોથી ભરી દીધું છે. આ પાકી સપાટીઓ દિવસ દરમિયાન સૂર્યની ગરમીને મોટા પાયે સોષી લે છે અને રાત્રે તેને મુક્ત કરે છે, જેના લીધે હવે દિલ્હીમાં રાતો પણ ગરમ રહે છે. ઔદ્યોગિક વિસ્તારો, ભારે વાહનોનો ધુમાડો, એર કંડિશનર (AC) નો અતિશય વપરાશ અને હરિયાળીના અભાવે ભેગા મળીને ‘અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ (Urban Heat Island Effect) ઊભી કરી છે. એપ્રિલ અને મે મહિનાની સૂકી ગરમી બાદ જૂન-જુલાઈમાં હવામાં ભેજ ભળવાના કારણે અસહ્ય ઉકળાટ અને બફારો હજુ પણ વધશે.
ગરીબો અને મજૂરો પર ગંભીર આર્થિક-આરોગ્ય સંકટ
દિલ્હીના(Delhi) નાગરિકો હવે બે મોસમી હત્યારાઓનો સામનો કરી રહ્યા છે – શિયાળામાં જીવલેણ વાયુ પ્રદૂષણ અને ઉનાળામાં કાળઝાળ ગરમી. આ ગરમીની સૌથી મોટી માર સમાજના એ વર્ગ પર પડી રહી છે જેઓ ખુલ્લા આકાશ નીચે મજૂરી કરે છે. બાંધકામ મજૂરો, સ્ટ્રીટ વેન્ડર્સ, ડિલિવરી બોયઝ, સફાઈ કર્મચારીઓ અને રિક્ષાચાલકો આખો દિવસ સીધા તડકામાં રહે છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની ટિન પતરાની બનેલી છતો અંદરથી ભઠ્ઠી જેવી ગરમ થઈ જાય છે, જ્યાં કુલર કે એસીની કોઈ સગવડ હોતી નથી.
આના કારણે હીટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશન, ત્વચાના રોગો અને ભારે થાક જેવા સ્વાસ્થ્યના પ્રશ્નો વધી રહ્યા છે, જેના લીધે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ગરમીના લીધે મજૂરોની કામ કરવાની ક્ષમતા ઘટી રહી છે, જેનાથી તેમની રોજિંદી આવક ઓછી થઈ છે અને મેડિકલ ખર્ચનું ભારણ વધ્યું છે. બાળકોના શિક્ષણ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પણ આની માઠી અસર પડી રહી છે. વળી, કૂલિંગ માટે વીજળીનો વપરાશ વધતાં ટૂંક સમયમાં મોટું પાવર સંકટ પણ આવી શકે છે.
Delhi’s heat is not felt equally. This heat map shows land surface temperatures across the city, with some areas touching 60°C during peak summer conditions.
Geospatial analysis finds that 76 per cent of Delhi’s area is persistently heat-stressed, worsened by rapid urbanisation,… pic.twitter.com/2efbAI2v1x
— CSEINDIA (@CSEINDIA) May 29, 2026
સરકારની ભૂમિકા અને લાંબા ગાળાના ઉપાયો
માત્ર હીટવેવની ચેતવણી જાહેર કરવી કે બપોરે કામ બંધ રાખવું પૂરતું નથી. નિષ્ણાતોના(Delhi) મતે હવે સરકારે કાયમી માળખાકીય સુધારો કરવો પડશે:
શહેરી આયોજન: નવી ઇમારતોમાં ગ્રીન બિલ્ડિંગના નિયમો કડક કરવા અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા.
પબ્લિક કૂલિંગ સેન્ટર્સ: દરેક વોર્ડમાં જાહેર કૂલિંગ સેન્ટરો ખોલવા જ્યાં ગરીબ લોકો આશરો લઈ શકે.
છતો પર વ્હાઇટ પેઇન્ટ: ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોની છતો પર સોલર રિફ્લેક્ટિવ મટિરિયલ કે વ્હાઇટ કલર લગાવવો.
ક્લાઇમેટ ફંડ: ગરમી (Hit)સામે લડવા માટે કેન્દ્ર અને દિલ્હી (Delhi)સરકારે (Goverment) સાથે મળીને અલગ ફંડ અને મજૂર સુરક્ષા કાયદા બનાવવા પડશે.
દિલ્હીનો(Delhi) હીટ મેપ માત્ર તાપમાનનો નકશો નથી, પણ તે વિકાસની બેદરકારી અને આબોહવા પરિવર્તનનો અરીસો છે. જો અત્યારે યોગ્ય પગલાં નહીં લેવાય, તો આગામી વર્ષોમાં દિલ્હી સામાન્ય માણસ માટે રહેવા લાયક નહીં રહે.



