Election/ આખરી 15 મિનિટમાં 3 ઉમેદવારો બદલાતા રાજકોટ કોંગ્રેસમાં કકડાટ અને ભડકો  

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીમાં છેલ્લે સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં કકડાટ યથાવત રહ્યો હતો. છેલ્લી 15 મિનિટમાં 3

Top Stories Gujarat
1

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીમાં છેલ્લે સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં કકડાટ યથાવત રહ્યો હતો. છેલ્લી 15 મિનિટમાં 3 ઉમેદવારો બદલવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.એટલે સુધી કે મહિલા પ્રમુખે જણાવ્યું કે પક્ષને નુકસાન કરાવી અને ભાજપને ફાયદો કરાવી રહ્યા છો. આ બાબતને ઉપર સુધી પહોંચાડવામાં આવશે.

કૃષિ આંદોલન / અન્ય વિષય ઉપર બોલવામાં સાવધાની માટે સચિનતેંડુલકરને શરદ પવારની સલાહ

ગઈ કાલે સવારે ફોર્મ ભરવાનો સમય શરૂ થયો ત્યારે જ વોર્ડ નંબર 13 માં ફોર્મ ભરવા માટે વિજયસિંહ જાડેજા પહોંચ્યા હતા. કોંગ્રેસે તેમને અને આદિત્ય સિંહ ગોહિલ બંનેને ફોર્મ ભરવા માટે કહ્યું હતું. તેમજ છેલ્લે મેરીટના આધારે નિર્ણય લેવામાં આવશે કે કોણ લડશે.જોકે તેમણે આવીને નિવેદન આપ્યું હતું કે રમત રમાડવાના હોય તો તેમાં રસ નથી જ્યાં સુધી ટિકિટ કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી ફોર્મ ભરશે નહીં.અંતે સમય જતો રહેશે તેવું લાગતા વિજયસિંહને બદલે આદિત્ય સિંહ ગોહિલને આપવામાં આવતા તેમણે ફોર્મ ભર્યું હતું. આ બંને ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ લડાઈ થાય તેવી ભીતિ વચ્ચે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ મામલો થાળે પાડયો હતો.

Delhi / પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર

આ ઉપરાંત છેલ્લી ઘડીએ બપોરે વોર્ડ નંબર 3 અને પછી વોર્ડ નંબર 2ના ઉમેદવારો નિમિષાબેન રાવલ, અતુલ રાજાણી, યુસુફ જુણેજા તથા મનીષા વાળા ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા.તેમની ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થઇ ત્યાં સુધી શહેર પ્રમુખ અશોક ડાંગર આવ્યા હતા, અને મનીષા બા વાળા ને બદલે દિવ્યા બાનું નામ નીકળ્યું હતું અને તેમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્રણ વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી ત્યારે મનીષા વાળા પોતાની ટિકિટ કપાઈ જતા તેઓ રોષે ભરાયા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો તેમના નામનું મેન્ડેટ આપ્યું હતું પરંતુ તે મેન્ડેટ કોઈએ ફાડી નાખ્યું છે અને કોરા મેન્ડેટ પર બીજા ઉમેદવારનું નામ લખવામાં આવ્યું હતું. કોંગ્રેસમાં રહીને ભાજપને મળેલા કેટલાક લોકો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમજ પોતે પક્ષમાં રહીને તમામને ઉઘાડા પાડી અને આ બાબતને ઉપર સુધી પહોંચાડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઉગ્ર બોલાચાલી અને વિવાદની વચ્ચે દિવ્યા બા એ વોર્ડ નંબર બે માંથી ઉમેદવારી નોંધાવી હતી.

PM Modi / વડાપ્રધાન મોદી આજે અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર, અનેક યોજનાઓનો શિલાન્યાસ

જે સમયે મનીષાબા વાળાનો વિવાદ ચાલી રહ્યો હતો તે જ વખતે બોર્ડ નંબર 14 ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ચૂકેલા માણસુર વાળાનું નામ નહીં આવતા ત્યાં પણ માહોલ ગરમાયો હતો.તેમજ આ જ વખતે મયુર સિંહ પરમારના નામનું મેન્ડેટ આવતા તેમણે અંતિમ ક્ષણે ઉમેદવારી નોંધાવી હતી. આમ મનીષાબા વાળા અને માણસુર વાળા છેલ્લી ઘડીએ કપાઈ ગયા હતા.જેથી કેટલાક નેતાઓ દ્વારા જ્ઞાતિના ગણિત કામે લગાડયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા રાજકોટમાં 72 ઉમેદવારોની ટિકિટ તબક્કાવાર જાહેર કરી છેલ્લી ઘડી સુધી ભારે સસ્પેન્સ રાખ્યું હતું, જ્યારે નામ જાહેર કરાયા ત્યારબાદ અનેક વોર્ડમાં ભડકો થયો હતો. એક સમયે એવી ચર્ચા હતી કે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસ યાદી જાહેર કરી દેશે તેના સ્થાને છેલ્લે સુધી ત્રણ ઉમેદવારોના નામ જાહેર થયા ન હતા અને જ્યારે જાહેર કરવામાં આવ્યા તે પછી પણ પાર્ટીમાં ભારોભાર અસંતોષ અને બોલાચાલી જોવા મળી હતી.

OMG! / એક કિશોર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને કેન્યાથી બ્રિટન પહોંચ્યો,અને પછી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…