Vadodara News/ વડોદરામાં મોડી રાત્રે કારચાલકે લીધાં લોકોને અડફેટે, મહિલાનું ઘટનાસ્થળે મોત

અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara) શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યું હતું. ભયાનક અક્માત થતાં સ્થાનિક પોલીસ માહિતીના આધારે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ સારવાર દરમિયાન એક પુરૂષ અને એક બાળકનું મોત નિપજ્યું છે.

આ ઘટનામાં સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું છે કે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં બે લોકો હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. બીજો ફરાર આરોપી મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હેમાલીબેન પટેલનું મૃત્યુ થયું છે. ગઈકાલે તે ધુળેટી હોઈ માટે રંગ લેવા ગયા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ ઉપરાંત, 12 વર્ષની જૈની, 35 વર્ષની નિશાબેન, એક અજાણી 10 વર્ષની છોકરી અને એક અજાણી 40 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાંસદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી. તેમણે ઘાયલોને સારવાર પૂરી પાડવા માટે ડોક્ટરોને પણ સૂચના આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા શહેરમાં વિદેશી દારૂ ભરેલી કારે સર્જયો અકસ્માત

આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:ગુજરાતમાં રવિવાર ગોઝારો, વિવિધ અકસ્માતોમાં છનાં મોત અને 21ને ઇજા