કોમી હિંસા/ વડોદરામાં મોડી રાત્રે પથ્થરમારો,અસામાજિક તત્વો દ્વારા ગણેશચતુર્થી પહેલા શાંતિ ડહોળાવવાનો પ્રયાસ,પોલીસ એલર્ટ

વડોદરમાં સામાન્ય બાબતમાં પણ કોમી હિંસા ભડકી જતી હોય છે,પાણીગેટ વિસ્તારમાં અવારનવાર આવી કોમી હિંસાના બનાવ છાશવારે થતાં હોય છે

Top Stories Gujarat
22 6 વડોદરામાં મોડી રાત્રે પથ્થરમારો,અસામાજિક તત્વો દ્વારા ગણેશચતુર્થી પહેલા શાંતિ ડહોળાવવાનો પ્રયાસ,પોલીસ એલર્ટ
  • વડોદરામાં પથ્થરમારાની ઘટનાનો મામલો
  • JCP ચિરાગ કોરડીયાનું નિવેદન
  • ગેરસમજને કારણે પરિસ્થિતિ વણસી : જેસીપી
  • વિવાદનું કારણ શોધવા પોલીસ તપાસ જારી
  • ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઇ રહી છે તપાસ : જેસીપી
  • લોકોને શાંતિ જાળવવા વડોદરા પોલીસની અપીલ
  • અફવાઓથી દુર રહેવા જેસીપી કોરડીયાની અપીલ

વડોદરમાં સામાન્ય બાબતમાં પણ કોમી હિંસા ભડકી જતી હોય છે,પાણીગેટ વિસ્તારમાં અવારનવાર આવી કોમી હિંસાના બનાવ છાશવારે થતાં હોય છે,શહેરની શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો કરી રહ્યા છે. વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં સોમવારે મોડી રાતે કોમી હિંસા થઇ હતી  પરંતુ પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.  ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે આવા બનાવોને કારણે તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તોફાની તત્ત્વોને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાણીગેટ અને માંડવી વિસ્તારોમાં સોમવારે મોડી રાત્રે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હતી. જેને પગલે લઘુમતી કોમના ટોળાં પણ બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને તરત જ સધન કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે જેસીપી ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે આ ઘટના કેમ બની તેની તપાસ કરવામાં આવશે, અને આ કેસનમી તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ ઉપરાંત શહેરીજનોને શાંતિ બનાવી રાખવાની અપીલ પણ જેસીપીએ કરી છે અને અફવાઓથી દૂર રહેવા  જણાવ્યું છે.