Valsad/ કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે

વલસાડ જિલ્લાના કાંજણ હરિ ગામમાં આવેલા એક બંગલામાં ચલતી દારૂની મેહફીલ ઉપર LCBની ટીમે ભંગ પાડ્યો,એક સગીર સહિત 41 ઇસમોને શરાબ અને કબાબની મહેફિલ માણતા ઝડપી પાડયા

Top Stories Gujarat Others
alsad daru 2 કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે
  • વલસાડઃ કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલમાં રેડ
  • બાતમીના આધારે LCBની ટીમે પાડી રેડ
  • રેડમાં નનકવાડાના સરપંચ વિનોદ પટેલ ઝડપાયા
  • સરપંચ સહિત 41 લોકોની કરાઈ ધરપકડ

ગુજરાત રાજ્યમાં કાગળ ઉપર કહેવાતી દારૂબંધીના અવારનવાર જાહેરમાં લીરા ઉડતા જોઈ શકાય છે. રાજયમાં રોજ ક્યાંક ને ક્યાંક દારૂ ઝડપાય જ છે. અને અનેક વખત મોટી રાજકીય હસ્તીઓ દારૂની મહેફિલ માણતી તો ક્યારેક ગોડાઉન તો ક્યારેક ટ્રકો ભરીને દારૂ રાજયમાં મળી આવે છે.  ગતરોજ રાત્રિએ  વલસાડ જીલ્લામાં થી પણ એક આવી જ દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના કાંજણ હરિ ગામમાં આવેલા એક બંગલામાં ચલતી દારૂની મેહફીલ ઉપર LCBની ટીમે ભંગ પાડ્યો,એક સગીર સહિત 41 ઇસમોને શરાબ અને કબાબની મહેફિલ માણતા ઝડપી પાડયા. જેમાં નનકવાડા ગામના સરપંચ, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ સહિત તેમના સમર્થકોને દારૂની મહેફિલમાં ઝડપી લીધા.  જેમાં 5 કાર,બાઈક અને 25 લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો LCBએ કબ્જે કર્યો છે.

valsad daru 3 કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે

વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ LCBની ટીમ વલસાડ રૂલર પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન LCBના PI જે.એન ગોસ્વામી અને પીએસઆઇ પનારાને મળેલી બાતમીના આધારે કંજણ હરી ગામમાં આવેલા એક બાંગ્લામાં મસ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી.  બાતમીવાળા બંગલામાં વલસાડ LCBની ટીમે દારૂની ચાલી મહેફિક ઉપર રેડ કરી હતી. બંગલામાં ચાલતી દારૂની મેહફીલ ઉપર અચાનક LCBએ રેડ કરી પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો હતો.

valsad daru કાંજણ હરી ગામમાં દારૂની મહેફિલ, LCBએ પાડ્યો રંગમાં ભંગ, સરપંચ સહિત 41 ઝબ્બે

એક સગીર સહિત 41 જેટલા ઇસમોને દારૂની મહેફીલ માણતા ઝડપી પાડ્યા હતા. શરાબ અને કબાબની મહેફીલ માણતા લોકોએ પોલીસને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. રેડમાં વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ, નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતનો સભ્ય સહિત તેમના સમર્થકો સાથે દારૂની મહેફિલ માણતા લાઇવ રેડમાં ઝડપાઇ ગયા હતા. રેડ દરમિયાન 25 લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો પાંચ કાર બાઈક અને બુલેટ મળી કુલ લાખો રૂપિયાનું મુદ્દામાલ વલસાડ LCBની ટીમે ઝડપી પાડી વલસાડ રૂલર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ કરી છે કંજણહરિ ગામમાં ચાલતી મહેફિલ ઉપર LCBની ટીમે સપાટો બલાવ્યો હોવાની જાણ વલસાડ પંથકમાં થતા પીદ્ધડો અને નનકવાડા પંચાયતના લોકોમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો.

 મલેશિયા ભારત પાસેથી તેજસ ફાઈટર જેટ ખરીદવા ઉત્સુક, ચીન અને રશિયાના વિમાનોને આપી રહ્યું છે ટક્કર