ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ રાજકીય પક્ષો પોતપોતાના વિસ્તારમાં સક્રિય થઇ ગયા છે, આ સાથે કેટલાક અરાજકતા ફેલાવતા તત્વો પણ સક્રિય થઇ ગયા છે, જેમણે વિધાનસભાની સત્તાવાર વેબસાઈટ જ હેક કરી દીધી છે, તેમજ તેના પર વાંધાજનક પોસ્ટ પણ કરી છે. રાજ્ય સરકારે તપાસ માટે સાયબર સેલ લખનઉમાં કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / તાલિબાનની વિચારધારાને ઉજાગર કરતી તસવીરો વાયરલ, જુઓ કેવી કરી છે પત્રકારોની હાલત
ઉત્તર પ્રદેશ વિધાનસભાની વેબસાઈટ હેક કરનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેબસાઈટ હેક થઈ હોવાની માહિતી મળતા જ યુપી ડેસ્કોનાં સાઈબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેકરોએ વેબસાઇટ હેક કરી છે અને વાંધાજનક પોસ્ટ પણ કરી છે, જેના પછી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકે, વિધાનસભાની વેબસાઈટ પરથી કોઈ ડેટા ચોરાયો નથી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં પ્રભારીનાં જણાવ્યા અનુસાર, લખનઉ ગ્રામીણમાં માહિતી ટેકનોલોજી (સંશોધન) અધિનિયમ 2008, 66C હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. યુપી ડેસ્કોનાં આસિસ્ટન્ટ મેનેજર રામશંકર સિંહનાં જણાવ્યા અનુસાર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યો છે. વળી, જ્યારે એડીજી સાયબર ક્રાઈમ રામ કુમારને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે પોતે જ ગંભીરતાથી પગલા લેવાનું શરૂ કર્યું છે. આ બાબતનો દરેક ક્ષણે રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે. સાઇબર ક્રાઇમ સ્ટેશનની પોલીસે દાવો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં હેકરને પકડી પાડશે.
આ પણ વાંચો – Political / હવે હાઈવે પર ઉતરી શકશે વાયુસેનાનાં ફાઇટર વિમાનો, રાજનાથ સિંહે કર્યુ ‘ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ’નું ઉદ્ઘાટન
વળી, મીડિયાને માહિતી આપતી વખતે, ડીજીપી મુકુલ ગોયલે કહ્યું છે કે, વિધાનસભાની વેબસાઇટ હેક કરવામાં આવી નથી. વેબસાઇટ એક પ્રાઇવેટ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પર ખાનગી કંપની દ્વારા વિશ્વભરમાં ચલાવવામાં આવે છે. આ દરમિયાન, વેબસાઇટ પર એક વનરેબલ એડવર્ટાઇઝમેન્ટનું એક પેજ દેખાયું હતું, જે એક દવાનું હતુ. માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળ અને યુરોપનાં અન્ય દેશોમાં, જ્યાં આ વેબસાઇટની કંપની કામ કરે છે, આ જાહેરાત આ બધા પર ચાલી છે. જોકે, આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કંપની સાથે વાત કર્યા બાદ તપાસ ચાલી રહી છે.
