Not Set/ ‘ચલે જાઓ પાકિસ્તાન..’ નિવેદન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- તમને અમારું બલિદાન યાદ ન આવ્યું?

મેરઠ એસપી સિટી અખિલેશ નારાયણ સિંઘનાં વાયરલ થયેલા વીડિયો પર ધમાલ ઓછુ થવાનુ નામ નથી લઇ રહ્યુ, ઘણા રાજકીય પક્ષો દ્વારા મેરઠ એસપીની ટીકા થઈ છે. વળી, આ નિવેદન પર હવે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘એસપી સાહેબ, હિન્દુ-મુસ્લિમોએ આઝાદીની લડત લડી. તમને […]

Top Stories India
OWAISI 1 ‘ચલે જાઓ પાકિસ્તાન..’ નિવેદન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- તમને અમારું બલિદાન યાદ ન આવ્યું?

મેરઠ એસપી સિટી અખિલેશ નારાયણ સિંઘનાં વાયરલ થયેલા વીડિયો પર ધમાલ ઓછુ થવાનુ નામ નથી લઇ રહ્યુ, ઘણા રાજકીય પક્ષો દ્વારા મેરઠ એસપીની ટીકા થઈ છે. વળી, આ નિવેદન પર હવે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘એસપી સાહેબ, હિન્દુ-મુસ્લિમોએ આઝાદીની લડત લડી. તમને અમારુ બલિદાન યાદ ન આવ્યુ? ભલે ગમે તેટલા જુલમ અમારા પર થાય પણ આ દેશનો કોઇ મુસ્લિમ ભારત છોડશે નહીં. આ દેશ અમારો છે.’

એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવાર (31 ડિસેમ્બર) નાં રોજ બિહારનાં કિશનગંજમાં એક સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી પર નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઓવૈસીએ એમ પણ આરોપ લગાવ્યો કે વડા પ્રધાન આ પગલાથી દેશને વિભાજીત કરવા અને બંધારણનો નાશ કરવા માંગે છે. ઓવૈસીએ કહ્યું કે સીએએ, એનઆરસી અને એનપીઆરને લઇને ગત મહિનાથી દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ હિંસક બન્યું છે, જ્યાં ઘણા લોકોનાં મોત થયા છે.

20 ડિસેમ્બરે સીએએને લઇને હિંસક વિરોધ મેરઠ સહિત ઉત્તર પ્રદેશનાં અનેક જિલ્લાઓમાં યોજાયો હતો. જુમ્મેની નમાઝ બાદ અમુક અસામાજીક તત્વોએ પોલીસ પર ભારે પથ્થરમારો પણ કર્યો હતો અને લિસાડી ગેટ પર ફાયરિંગ કર્યું હતું. તે જ સ્થળે, મેરઠનાં એસપી સિટી અખિલેશ નારાયણ અને એડીએમ કેટલાક છોકરાઓની પાછળ ગયા હતા. આ સમય દરમિયાન, તેઓ નાગરિકતા સુધારો કાયદાનો વિરોધ કાળી પટ્ટી બાંધીને કરી રહેલા અમુક લોકોને ધમકાવતા નજરે આવ્યા હતા. વાયરલ વીડિયોમાં તે એમ પણ કહેતા હતા કે “જે કાળી પટ્ટી અને પીળી પટ્ટી બાંધનારા લોકોને હું કહું છું… તેમને કહી દો પાકિસ્તાન ચાલ્યા જાય, ભવિષ્ય કાળા થવા માટે એક સેકન્ડ લાગશે, એક સેકન્ડમાં બધુ કાળુ થઈ જશે, એવું લાગે કે દેશમાં નથી રહેવું, ચાલ્યા જાઓ ભાઇ, ખાશો ક્યાનું અને ગાશો ક્યાનુ, તમારા ફોટા લેવામાં આવ્યા છે, લોકોની ઓળખ કરવામા આવી છે, શેરીમાં જો કઇ પણ થશે તો તમે કિંમત ચૂકવશો.

અસુદ્દીન ઓવૈસીએ મેરઠનાં એસપીના નિવેદન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, એસપી સાહેબ, હિન્દુ-મુસ્લિમોએ આઝાદીની લડત લડી હતી. તમને અમારા બલિદાન યાદ નથી? ભલે ગમે તેટલા જુલમ અમારા પર થાય પણ આ દેશનો કોઇ મુસ્લિમ ભારત છોડશે નહીં. આ દેશ અમારો છે.’ આ વીડિયો વાયરલ થયો છે અને આ વીડિયો એઆઈએમઆઈએમના ઓફિશિયલ પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.