RTO/ લાઇસન્સ- RC બુકની મુદ્દત થઇ ગઇ છે પુરી, ચિંતા ન કરતા આ તારીખ સુધી થયો છે વઘારો

વાહન ચાલકો માટે રાહતના સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા. ડ્રાઇવિંગ લાયસન્સની મુદતમાં વધારો કરવાની સરકાર દ્વારા ધોષણા કરવામાં આવી છે. કે

Gujarat Others
driving licence and rc book Gujarat લાઇસન્સ- RC બુકની મુદ્દત થઇ ગઇ છે પુરી, ચિંતા ન કરતા આ તારીખ સુધી થયો છે વઘારો

વાહન ચાલકો માટે રાહતના સમાચાર સરકાર દ્વારા આપવામાં આવ્યા. ડ્રાઇવિંગ લાયસન્સની મુદતમાં વધારો કરવાની સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ રાજ્ય સરકાર દ્વારા આ મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક સહિતના દસ્તાવેજોની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ વધારાની અવધી આગામી 31 માર્ચ 2021ની રહેશે.

Indian government to introduce universal smart card driving license across  the country

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે આ દસ્તાવેજોની માન્યતા મુદ્દત 31 માર્ચ સુધી લંબાવાઈ છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા કાચા લાયસન્સની સમય  મર્યાદામાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ માન્યતા મુદ્દતમાં વધારોને રાજ્ય વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ કર્યો છે.

Gujarat Driving License: How to Apply for DL in Gujarat

કોરોનાનાં કપરા કાળનાં કારણે આમતો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31મી ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની માન્યતા 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે અને જેમની દસ્તાવેજોની મુદત પુર્ણ થઈ ગઈ હશે તે તમામ દસ્તાવેજોનું 31 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…