Lifestyle News : નિવૃત્તિ પછીની જિંદગી નિશ્ચિંત અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની સિંગલ પ્રીમિયમ એન્યુઇટી યોજનાઓ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી છે. વારંવાર પ્રીમિયમ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ આપતી આ સ્કીમમાં માત્ર એક જ વાર રકમ રોકીને આજીવન ગેરંટેડ માસિક આવક સુનિશ્ચિત કરી શકાય છે.
LIC : યોજનાના મુખ્ય ફાયદા અને પાત્રતા
વયમર્યાદા: 30 થી 80 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે.
રોકાણનો મોડ: માત્ર ૧ વાર જ એકસામટી રકમ જમા કરાવવાની રહે છે.
પેન્શન ચૂકવણીના વિકલ્પો: ગ્રાહક (Customer)પોતાની જરૂરિયાત મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ધોરણે રકમ મેળવી શકે છે.
સિંગલ અને જોઈન્ટ લાઈફ: એકલા અથવા પતિ-પત્ની બંને સાથે મળીને પ્લાન લઈ શકે છે. જોઈન્ટ ઓપ્શન (Joint Option)માં એકના અવસાન બાદ બીજા ભાગીદારને આજીવન પેન્શન ચાલુ રહે છે.
ઇમરજન્સી સુવિધા અને લોન વિકલ્પ
પોલિસી શરૂ થયાના 6 મહિના બાદ જરૂરિયાત (Requirement)સમયે લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત, કોઈ ગંભીર બીમારી કે ઈમરજન્સી (Emergency)ના કિસ્સામાં નિયમો મુજબ પોલિસી સરેન્ડર કરીને નાણાં પરત મેળવવાનો વિકલ્પ પણ મળે છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આર્થિક કવચ પૂરું પાડે છે.
આ પણ વાંચો :Gujarat Gas CNG Price Hike: CNGના ભાવમાં ₹3.75નો વધારો, નવા ભાવ જાણો
આ પણ વાંચો :સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજે 24K અને 22K સોનાનો ભાવ
આ પણ વાંચો :પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલમાં ઉછાળા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો
