Health News: નિષ્ણાતોના મત મુજબ મર્યાદામાં મરચા (Chili) કહેવાથી તબિયત સારી રહે છે. મરચા (Chili)ને સ્વાદ માટે નહિ તમારા આરોગ્ય માટે ખાઓ. લીલી મરચી (Green Chili) મર્યાદામાં ખાવા થી તમારા આરોગ્ય માટે લાભદાયી સાબિત થાય છે.
મરચાનો તીખો સ્વાદના હોય તો ખોરાક સ્વાદ વિનાનો ફીકો લાગે છે. જયારે આર્યુવેદ (Ayurveda)માં મરચાને મર્યાદામાં ખાવાની સલાહ આપી છે. મરચામાં ઘણા પોષકતત્વો આવેલા છે. દરરોજ એક લીલા મરચા ખાવાથી તે લાભદાયક સાબિત થાય છે.

આ બીમારીઓથી બચાવે છે
લીલા મરચામાં રહેલ ઔષધીય ગુણ જેવા કે વિટામીન A, વિટામીન C, વિટામીન K અને ફીટોન્યુટ્રીએટ્સ આવેલ હોય છે. લીલા મરચામાં બીતા કૈરાટીન, એન્ટીઓક્સીડેન્ટસ પણ હોય છે. આના સેવનથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આ ઉપરાંત પાચનશક્તિ મજબુત બનાવે છે. હૃદય રોગથી પણ બચાવે છે. માથાનો દુખાવો, થાક, અનિન્દ્રા અને બોડી ડી- ટોક્સ (Detox) કરવામાં પણ મદદ કરે છે.
ડાયાબિટીસમાં રાહત આપે
મરચાં ખાવાના ફાયદાઓ વિશે માહિતી આપતાં નિષ્ણાત મુજબ “મરચાંને આયુર્વેદમાં ‘કુમરીચા’ તરીકે ઓળખવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થાય છે. લીલા મરચાં ખાવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. તે પાચનમાં સુધારો કરે છે અને આંતરડામાં જમા થતા બેક્ટેરિયાને પણ દૂર કરે છે.

ચેપને દૂર કરે
લીલા મરચામાં એન્ટી-ઓક્સિડન્ટ (Anti oxident) હોય છે જે ચેપને પણ દૂર કરે છે. લીલા મરચા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત “દરરોજ લીલા મરચાં ખાવાથી ચયાપચય વધે છે અને કેપ્સેસીન નામના તત્વને કારણે શરીરનું તાપમાન સામાન્ય રહે છે.” મરચું હૃદય રોગમાં પણ ફાયદાકારક છે.
વધુ પડતા લીલા મરચા ખાવાના ગેરફાયદા
નિષ્ણાત મુજબ મરચાંનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, નહીં તો પેટમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત પાઈલ્સના દર્દીઓએ લાલ મરચાંનું સેવન ટાળવું જોઈએ. જોકે, લીલા મરચાં ખાવામાં કોઈ વાંધો નથી.
આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં છાશ પીવાની સલાહ કેમ આપવામાં આવે છે? શું કહે છે શરીરનું વિજ્ઞાન…
આ પણ વાંચો:લીવરને દારૂની જેમ નુકસાન પહોંચાડતા આ 5 ફૂડથી રહો દૂર
