અમદાવાદ
મોટાભાગના લોકો સ્માર્ટફોન પર કલાકો સુધી સતત વાત કરતા રહે છે. પરંતુ આવું કરવું એમના માટે કેટલું જોખમકારક હોઇ શકે છે તે તાજેતરમાં જ થયેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. આ અભ્યાસ પ્રમાણે સ્માર્ટફોનને કાન સાથે ચીપકાવીને અડધો કલાથી વધારે સમય સુધી વાત કરવાથી 10 વર્ષ બાદ બ્રેન ટ્યૂમર થવાની આશંકા બમણી થઇ જાય છે.

એક ખાનગી કોલેજના પ્રોફેસરે દાવો કર્યો છે કે એમણે તાજેતરમાં જ દેશના ગણા ઇએનટી વિશેષજ્ઞો સાથે વાત કરી અને એનો રિપોર્ટ પ્રકાશિત કર્યો. તજજ્ઞોએ જણાવ્યું કે બહેરાશ અને બ્રેન ટ્યૂમરના દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. એમને આગળ કહ્યું તે તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના લોકોનું માનવું છે કે વધારે સમય સુધી મોબાઇલ ફોન પર વાત કર્યા બાદ એમના કાન ગરમ થઇ જાય છે.

તપાસ કરવા પર જાણવા મળ્યું કે મોબાઇલ પર 20 થી 30 મિનીટ સુધી વાત કરવાથી માઇક્રોવેવ રેડિએશન શરીરમાં પ્રવેશ કરે છે. એનાથી ઇયર લોબનું લોહી ગરમ થઇ જાય છે અને લોહીનું તાપમાન પણ એક ડિગ્રી સુધી વધી જાય છે.

મોબાઇલ ફોનને લાંબા સમય સુધી પેટમાં રાખવાથી નપુંસકતાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત એના ઉપયોગથી ટ્યૂમર, અલ્ઝાઇમર, બ્લડ પ્રેશરનું જોખમ, એલર્જી અને અવસાદ જેવી બિમારીઓનું જોખમ પણ વધી જાય છે.
