Not Set/ ડાયાબિટીસની દવાથી છુટી શકે છે કોકિનની લત 

અમદાવાદ, ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા કોઈપણ વ્યક્તિને કોકિનની ગંભીર આદત છોડાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું કે, વ્યક્તિનું જાડિયાપણુ અને ટાઈપ-૨ ડાયાબિટીશની સારવાર માટે ડબલ્યુએચઓ દ્વારા જે દવાને […]

Health & Fitness Lifestyle
hhbb ડાયાબિટીસની દવાથી છુટી શકે છે કોકિનની લત 
અમદાવાદ,
ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા કોઈપણ વ્યક્તિને કોકિનની ગંભીર આદત છોડાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલ એક સંશોધનમાં આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.
અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું કે, વ્યક્તિનું જાડિયાપણુ અને ટાઈપ-૨ ડાયાબિટીશની સારવાર માટે ડબલ્યુએચઓ દ્વારા જે દવાને સત્તાવાર મંજુરી આપવામાં આવી છે તે દવા કોકીનની આદત છોડાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.
આ દવામાં પ્રાકૃતિક હોર્મોન્સ ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઈડ-1 અને જીએફએલપી-૧ નામના તત્વો વિશેષ રીતે રહેલા છે. આ દવાને વિયેતા નામ આપવામાં આવ્યું છે. આ દવાના માધ્યમથી સંશોધકોએ ઉંદરો પર અઢી વર્ષ સુધી સંશોધન કર્યું હતું. સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, મસ્તિષ્ક સાલમાં જીએલપી-1 રિસેપ્ટરનું તત્વ સક્રિયતા લાવે છે. આ સક્રિયતાથી કોકિનની તડપ વ્યક્તિમાં ફરીથી અનુભવવા લાગે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મસ્તિષ્કમાં હોર્મોન્સની ભૂમિકાના કારણે વ્યક્તિમાં કોકિનની તડપ  ઉભી થતી હોય છે. આ હોર્મોન્સને ડાયાબિટીસની દવા દ્વારા નિયંત્રીત કરી શકાય છે. એટલે કે આ દવાથી કોકીનની આદતને પણ નિયંત્રિત કરી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેંસ્લિવાનિયામાં કરવામાં આવેલ આ સંશોધનના મુખ્ય લેખક હીથ સ્કિમીડટે જણાવ્યું હતું કે, હોર્મોન્સના ઉપયોગથી  કોકીનના બંધાણીનું ધ્યાન અન્ય બાબતો પર દોરી શકાય છે. આ સંશોધન ન્યુરોસાઈકો ફાર્મોલોજી નામના જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.