Not Set/ આ નવરાત્રીમાં પહેરો કોટનના કુર્તા : કમ્ફર્ટ અને સ્ટાઈલનું બેસ્ટ કોમ્બિનેશન

અમદાવાદ  નવરાત્રીનો તહેવાર હવે નજીક જ છે, તેમજ અત્યારે રાજ્યમાં ગરમીએ પણ માઝા મુકી છે. ત્યારે અત્યારે ફેશન અને કમ્ફર્ટ બન્નેનો ખ્યાલ રાખવો પડે છે. અત્યારે યુવા વર્ગમાં નવરાત્રીમાં કુર્તા પહેરવાનો નવો ઉમળકો હોય છે. ત્યારે ફેશન અને કમ્ફર્ટ બન્નેનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે અને એવામાં ફૈબ્રિકને નજરઅંદાજ ન કરવું જોઈએ. કોટનના કુર્તા કમ્ફર્ટ […]

Fashion & Beauty Lifestyle
98m આ નવરાત્રીમાં પહેરો કોટનના કુર્તા : કમ્ફર્ટ અને સ્ટાઈલનું બેસ્ટ કોમ્બિનેશન

અમદાવાદ 

નવરાત્રીનો તહેવાર હવે નજીક જ છે, તેમજ અત્યારે રાજ્યમાં ગરમીએ પણ માઝા મુકી છે. ત્યારે અત્યારે ફેશન અને કમ્ફર્ટ બન્નેનો ખ્યાલ રાખવો પડે છે. અત્યારે યુવા વર્ગમાં નવરાત્રીમાં કુર્તા પહેરવાનો નવો ઉમળકો હોય છે. ત્યારે ફેશન અને કમ્ફર્ટ બન્નેનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે અને એવામાં ફૈબ્રિકને નજરઅંદાજ ન કરવું જોઈએ.

કોટનના કુર્તા કમ્ફર્ટ અને સ્ટાઈલ બન્નેનું પરફેક્ટ કોમ્બિનેશન હોય છે. પછી આને તમે એથેનિક લુકમાં પહેરો કે પછી સ્ટાઈલિશ લુકમાં તે વ્યક્તિ પર શુટ કરે જ છે અને ગરમીથી પણ રાહત આપે છે. મહિલાઓ અને પુરુષો બન્નેમાં કોટનના કુર્તાઓની પહેલાથી જ ગરમીની સીઝનમીં બોલબાલા રહેલી છે.

પુરુષો પણ કોટનના કુર્તા અને શર્ટમાં એકદમ પરફેક્ટ લુક આપી શકે છે. જ્યારે મહિલાઓ પણ કોલેજમાં તેમજ રુટિન લાઈફમાં કુર્તી પહેરવાનું વધુ પસંદ કરતી હોય છે.તો તમે કેવી રીતે કોટનના કુર્તામાં ફેશનેબલ દેખાઈ શકો છો તેની વિશેષ જાણકારી નીચે પ્રમાણે છે.

Image result for cotton kurta in jeans

કોટનના પ્લેન (સાદા) કુર્તાને પોતાની પસંદગીના જીન્સ પેન્ટ સાથે મેચ કરો અને જો કુર્તો હલકા રંગનો હોય તો તેની સાથે સ્કાફ (મફલર) કે જેન્ટ્‌સ દુપટ્ટો પણ નાંખી શકો છો.

Related image

જો મહિલાઓએ પાર્ટીમાં જવુ છે અને તે તડક-ભડક પહેરવા નથી માંગતી તો ડાર્ક કલરની ડિઝાઈનર લોન્ગ (કોટન) કુર્તીને તેના કોન્ટ્રાસ સાથે મેચ કરી સ્ટ્રેટ પેન્ટ સાથે પહેરી શકે છે, જો તમે ગ્લેમરસ લુક આપવા માંગતા હોવ તો પાર્ટી વેયર હાઈ હિલ્સ પહેરી શકો છો.

Related image

એથનિક લુક દરેક જગ્યાએ સારો જ લાગતો હોય છે એ ચાહે ઓફિસમાં હોય કે પછી કોલેજમાં, મહિલાઓએ કુર્તા લુકને પરફેક્ટ બનાવવા માટે કાનમાં મોટી બુટ્ટીઓ અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ અથવા ફેન્સી મોજડી પહેરી શકે છે.

Image result for cotton kurta in patiala

કોટનની શોર્ટ કુર્તીઓને ધોતી પેન્ટ અને પટિયાલા સલવારની સાથે પણ પહેરી શકાય છે પરંતુ તે ફેસ્ટિવલ લુક માટે વધુ ઉપયોગમાં લેવાતી હોય છે.