Not Set/ મિત્રો, વોકિંગના એટલા બધા ફાયદા છે કે, તમે સંભાળીને હેરાન રહી જશો…!!

પોતાના શરીરને હેલ્દી રાખવા માટે સવારે વોકિંગ કરવું ખુબ જ જરૂરી છે. મિત્રો વોકિંગના એટલા બધા ફાયદા છે કે તમે સંભાળીને હેરાન રહી જશો. કેમ કે ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ ચાલવા માત્રથી જ દુર કરી શકો છો. તો ચાલો જાણીએ આ લેખમાં કેવી રીતે ચાલવાથી બધા જ રોગોમાંથી મુક્તિ મળે છે. આપણી ચાલવાની ગતિ આપણી […]

Health & Fitness Lifestyle
walking મિત્રો, વોકિંગના એટલા બધા ફાયદા છે કે, તમે સંભાળીને હેરાન રહી જશો...!!

પોતાના શરીરને હેલ્દી રાખવા માટે સવારે વોકિંગ કરવું ખુબ જ જરૂરી છે. મિત્રો વોકિંગના એટલા બધા ફાયદા છે કે તમે સંભાળીને હેરાન રહી જશો. કેમ કે ઘણા બધા શારીરિક પ્રોબ્લેમ ચાલવા માત્રથી જ દુર કરી શકો છો. તો ચાલો જાણીએ આ લેખમાં કેવી રીતે ચાલવાથી બધા જ રોગોમાંથી મુક્તિ મળે છે.

આપણી ચાલવાની ગતિ આપણી સેહત પર આધાર રાખતી હોય છે. ઝપથી અને ધીમું બંને રીતે ચાલવાથી આપણા શરીરને ફાયદો થાય જ છે. જો તમે જમીને ચાલવા માટે નીકળો ત્યારે ખુબ જ ધીમે ધીમે ચાલવું જોઈએ. જમીને ક્યારેય પણ ઝડપથી ન ચાલવું જોઈએ. તમે સંધ્યાના સમયે ચાલવા નીકળો તો તમારી ઘણી બધી સમસ્યાનો હલ મળી જાય છે. માનસિક તણાવ હોય તો તે પણ દુર થાય છે. રાત્રે જમીને ચાલવામાં આવે તો ઊંઘ પણ ખુબ જ સરસ રીતે આવી જાય છે. તેના સિવાયના પણ ઘણા બધા ફાયદા છે જે નીચે પ્રમાણે છે.

w 1 મિત્રો, વોકિંગના એટલા બધા ફાયદા છે કે, તમે સંભાળીને હેરાન રહી જશો...!!

1) ચાલવાનો સૌથી પહેલો ફાયદો તમારા હૃદયને થાય છે. વોકિંગ તમારા હૃદય સંબંધિત બધી જ સમસ્યાઓ દુર કરવા માટે ખુબ જ મદદ કરે છે. જો તમને કોઈ ચોક્કસ સમય વોકિંગ માટે ન મળતો હોય તો તમારે આખા અઠવાડિયામાં કોઈ પણ સમયે ઓછામાં ઓછું 4 કલાક વોકિંગ કરવું જોઈએ.આમ કરવાથી હૃદયને લગતી જે કઈ પણ તકલીફ હોય તો તેનાથી તમે બચી શકો છો. જો તમે દરરોજ એક  સમય નક્કી કરી લો અને તે પ્રમાણે વોકિંગ કરો છો તો તેના ઘણા ફાયદા છે.

2) વજન ઉતારવા : જો તમે ખુબ જ વ્યસ્ત રહેતા હોવ અને તમને કસરત કરવાનો સમય ના મળતો હોય તો તમારે આખા દિવસમાં એકવાર વોકિંગ તો ફરજીયાત કરવું જ જોઈએ કારણકે વોકિંગને ખુબ જ સારી કસરત માનવામાં આવે છે. ચાલવાથી વજન ઓછું કરવામાં મદદ થાય છે. સાથે જ તે આપણા મેટાબોલીઝમને બુસ્ટ કરે છે એટલા માટે એવા મિત્રો જે આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરતા હોય તેવા લોકોએ ઓછામાં ઓછું દરરોજ 2 કિમી વોકિંગ કરવું જોઈએ.

3) ચાલવાથી આપણા શરીરમાં જે નસો હોય છે તે તેજ થાય છે. વોકિંગ કરવાથી જ આપણી બુદ્ધિનો વિકાસ થવામાં મદદ મળે છે. વોકિંગથી કરવાથી જ ઓક્સીજન અને ગ્લુકોઝની જેટલી આવશ્યકતા હોય તેટલી આપણા મગજને  તે પહોંચે છે. આપણા મગજને વધારે સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે. અને તે કોલેસ્ટ્રોલના સ્તરને પણ કંટ્રોલ કરવા માટે પણ મદદ કરે છે.

4) રક્ત પરિભ્રમણમાં પણ ખુબ જ સરળતા રહે છે અને આપણા મગજને કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત કરે છે અને આપણા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ખુબ સારી રીતે થાય છે.

5) જો તમે ડાયાબીટીસના દર્દી છો તો દરરોજ ફરજીયાત વોકિંગ કરવું જોઈએ. ડાયાબીટીસ હોય તેવા લોકોએ રોજનું ઓછામાં ઓછું 2 કિમી વોકિંગ કરવું જ જોઈએ. ચાલવાથી આપણા શરીરનું બ્લડ શુગર હોય છે તેને કંટ્રોલ રહેવામાં મદદ મળે છે. તો ડાયાબીટીસ વાળા લોકોએ દરરોજ ઓછામાં ઓછુ 2 કિમી  ચાલવાનું શરૂ કરી દો.

6) આપણા હાડકા પણ ઘણા જ મજબુત બને છે. જો તમારા હાડકા કમજોર થઇ રહ્યા છે તો તો તેના માટે તમારે બાઈક કે કારનો ઉપયોગ ન કરવો અને નજીકની કોઈ પણ જગ્યા પર જવું હોય ત્યારે ચાલતા જ જવું જોઈએ. જે લોકોને ઘૂંટણની તકલીફ હોય તેવા લોકોએ બધી દવા બંધ કરી દેવી જોઈએ અને સવારે-સાંજે બે સમય નિયમિત વોકિંગ કરવું જોઈએ આમ કરવાથી તમને માત્ર 15 દિવસમાં જ ઘૂંટણની તકલીફ માંથી છુટકારો મળી જશે.

acidity મિત્રો, વોકિંગના એટલા બધા ફાયદા છે કે, તમે સંભાળીને હેરાન રહી જશો...!!

7) ચાલવાથી પાચનતંત્રમાં ખુબ જ સુધાર થાય છે. જે લોકોને એસીડીટીથી હેરાન રહેતા હોય જેને કફ રહેતો હોય અથવા પેટમાં કોઈ પણ ગડબડ રહેતી હોય તો તેવા લોકોએ જમીને ફક્ત 20 મિનીટ ચાલવું જોઈએ આમ કરવાથી તેનાથી તમારી ડાયજેસ્ટીંગ સિસ્ટમ સુધરે છે. પરંતુ ખાસ વાત એ છે કે જમીને ધીમે ધીમે ચાલવું જોઈએ. તે આપણા શરીરમાં વેટ્લોસ માટે પણ મદદ કરશે અને ખાધેલું ઝડપથી પચી જાય છે.

8) વોકિંગ ચાલુ કરવાથી આપણા ફેફસાની ક્ષમતામાં સુધાર આવે છે. જો તમે વોકિંગ કરો છો તો તમારા ફેફસાને વધુ ઓક્સીજન મળે છે. જેનાથી તમારા ફેફસાની ક્ષમતા ઘણી વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.