Recipe/ બાળકોને પણ ખૂબ ભાવે તેવા ટેસ્ટી ‘વેજ કબાબ’

આ કબાબ બનાવ્યા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં ફ્રીઝ કરી દો

Food Lifestyle
kabab બાળકોને પણ ખૂબ ભાવે તેવા ટેસ્ટી 'વેજ કબાબ'

વેજ કબાબ બનાવવા માટેની સામગ્રી:

સોયાબીન 1 કપ
બ્રેડ સ્લાઈસ 4 નંગ
પાણી 4 કપ
આદુની પેસ્ટ 4 ચમચી
લાલ મરચું પાવડર 1 ચમચી
4 નંગ અધકચરા વાટેલાં લીલા મરચા
મીઠું સ્વાદાનુસાર
તેલ તળવા માટે
1 પાઉચ મસાલા એ મેજીક
1 ચમચી ગરમ મસાલો

વેજ કબાબ બનાવવા માટેની રીત:

– વેજ કબાબ બોલ બનાવવા માટે સોયાબીનને 2 કલાક પાણીમાં પલાળી દો. ત્યારબાદ તેમાંથી પાણીને નિતારી લો

– બ્રેડનો ભૂકો કરીને એક બાઉલમાં રાખો. તેમાં એક ચમચી આદુની પેસ્ટ નાખો. પછી તેમાં મીઠું સ્વાદ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અધકચરા વાટેલાં લીલા મરચાં, ગરમ મસાલો અને એક પાઉચ મસાલા એ મેજીક મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી નીતારેલા સોયાબીન નાખી આ બધાને મિક્સ કરો

-આ મિશ્રણને હાથની મદદ વડે કબાબ બનાવી તેને એક કલાક માટે ફ્રિજમાં ફ્રીઝ કરી દો

-હવે એક કડાઈમાં તેલ નાખો તેલ ગરમ થયા બાદ તેમાં નાખો બ્રાઉન કલરના કબાબ થઈ જાય એટલે તેમને કઢાઈ માંથી બહાર કાઢી લો

-આ રીતે બધા કબાબ તૈયાર કરીને એક પ્લેટમાં નેપકીન રાખીને કાઢી લો ત્યારબાદ આ કબાબને સ્ટીક વડે એક પ્લેટમાં લઈ લો ટમેટો કેચપ અને ક્રીમ વડે ગાર્નીશ કરો. તો તૈયાર છે લાજવાબ કબાબ.