ધર્મ વિશેષ/ રામાયણમાં છે આદર્શ ઘરસંસારની ચાવી

રામાયણના દરેક સ્ત્રીપાત્રો સમાજને એક યા બીજા પ્રકારનો સંદેશો આપી જાય છે. જાે કે તેને સમજીને અમલ કરવામાં આવે તો ગૃહકલેશ વગરના આદર્શ સમાજનું સર્જન થઈ શકે અને ઘરસંસારની ગાડી કદી પાટા પરથી ઉતરે જ નહિં.

Trending Dharma & Bhakti
rupani 12 રામાયણમાં છે આદર્શ ઘરસંસારની ચાવી

રામના માતા કૌશલ્યાજી, સીતાજીના માતા સૂનયના અને ખૂદ ભગવતી સીતા કુટુંબ જીવનને સરળ બનાવવાના અનેક સંદેશા આપી જાય છે

રામાયણના દરેક સ્ત્રીપાત્રો સમાજને એક યા બીજા પ્રકારનો સંદેશો આપી જાય છે. જાે કે તેને સમજીને અમલ કરવામાં આવે તો ગૃહકલેશ વગરના આદર્શ સમાજનું સર્જન થઈ શકે અને ઘરસંસારની ગાડી કદી પાટા પરથી ઉતરે જ નહિં.

@હિંમતભાઈ ઠક્કર 

કોરોનાકાળના પ્રથમ લોકડાઉન દરમિયાન દેશમાં ઘરેલુ હિંસાના ઘણા બનાવો બન્યા હતા. આ બનાવોમાં સાસુ વહુના ઝઘડા પણ હતા અને કેટલાક કિસ્સામાં વહુ સાસુના ઝઘડા પણ હતા જ. કેટલાક કિસ્સામાં દહેજનું દૂષણ અને પરિવારની કથળેલી આર્થિક સ્થિતિના લીધે પણ આજ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાના બનાવો બન્યા હતાં. કોરોનાકાળની પહેલી અને બીજી લહેરમાં અમુક સ્થળે લોકડાઉન છે અને અમુક જગ્યાએ મીની લોકડાઉન છે તો હવે આપણા ગુજરાત સહિત કેટલાક સ્થળે આંશિક લોકડાઉન પણ છે. હવે આ દિવસોમાં લોકોના મનમાં વિવિધ વિચારો ન આવે તે માટે પોતાની પોઝીટીવીટી જળવાઈ રહે તે માટે રામાયણ, મહાભારત, જય દ્વારકાધીશ, દેવાધિદેવ મહાદેવ સહિતની વિવિધ ટીવી શ્રેણીઓ દર્શાવાય છે.

himmat thhakar રામાયણમાં છે આદર્શ ઘરસંસારની ચાવી

તારક મહેતાના ઉલટા ચશ્મા તો ચાલુ જ છે. સ્ટાર ભારત પર સાવધાન ઈન્ડિયામાં જે રીતે સમાજમાં બનતા બનવોને ખૂલ્લા પાડવામાં આવે છે તે પણ લોકપ્રિય છે જ, પરંતુ આપણે જ્યારે રામરાજ્યની વાતો સાંભળીએ છીએ, રાજકારણીઓ રામનું નામ લઈને સત્તાના સિંહાસને પણ બેસી ગયા છે. રાજકારણીઓ માટે રામનું નામ એ સત્તાની સીડી બની ગયું છે. રામભક્તોની આ સરકાર દ્વારા વ્યાખ્યા બદલાવી દેવામાં આવી છે. ઘણા લોકો તેનું પોતપોતાની રીતે અર્થઘટન કરે છે. રામનું નામ લેવું છે પણ કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના એકપણ આદર્શનું પાલન કરવું નથી. રામાયણને તમે વાચો તો તેમાં રાષ્ટ્રધર્મ પણ છે. સમાજધર્મ પણ છે અને ભાતૃપ્રેમ પણ છે. પતિભક્તિ (સતિધર્મ) છે અને એક પત્નીવ્રતનો સંદેશ પણ આપણને રામાયણમાંથી જ મળે છે.

सीता स्वयंवर में तोड़े गए धनुष का क्या था रहस्य , जानें - religious katha of lord ramachandra
ભગવતી સીતાજીના સ્વયંવરમાં ભગવાન રામે શીવધનુષનો ભંગ કર્યો અને સીતાજીએ ભગવાન રામને વરમાળા પહેરાવી. મિથિલાનો દૂત આ ખબર આપવા અને મહારાજા દશરથને જાન લઈને મિથિલા આવવાનો સંદેશ આપવા અયોધ્યા પહોંચે છે. અયોધ્યા નરેશ મહારાજા દશરથ ગુરૂજીની આજ્ઞા બાદ આ આમંત્રણ સ્વીકારે છે. તે વખતે ભગવાન રામની માતા કૌશલ્યાજી અયોધ્યા રાજ્યના મંત્રી આર્ય સુમનને ખાસ સંદેસો પાઠવીને કહે છે કે મિથિલાના મહારાણી સૂનયનાને કહેજાે કે સીતા અમારા રાજ્યમાં પુત્રી બનીને આવે છે, મહારાણી બનીને આવે છે તેની ચિંતા કરશો નહિ. માતા કૌશલ્યા આ ટૂંકા સંદેશામાં ઘણી વાત આવી જાય છે. સાસુએ પોતાની પુત્રવધૂ પ્રત્યે કેવું વર્તન કરવું જાેઈએ તેનો સ્પષ્ટ સંદેશો આવી જાય છે. આપણે આખા રામાયણમાં કૌશલ્યાજીને આદર્શ માતાની સાથે, વહુને પુત્રી તૂલ્ય સમજતા સાસુ તરીકે વર્તતા જાેયા છે. સમાજે આ વાત માટે ઘણું સમજવા જેવું છે. ભગવતી સીતાજીએ જે માન કૌશલ્યાજીને આપ્યું હતું તે માન કૈકૈયીજીને અને માતા સૂમિત્રાને પણ આપ્યું હતું. ટૂંકમાં ભગવતી સીતાજીએ પણ પોતાનો પુત્રવધૂ તરીકોનો ધર્મ પણ સુપેરે નિભાવ્યો હતો.

Vivaah Panchmi 2019 Ram Sita Vivaah Story : Vivah Panchami Is That Auspicious Tithi When Lord Ram And Mata Sita Got Married | विवाह पंचमी 2019: देवी सीता के विवाह के बारे
હવે મિથિલામાં રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના લગ્ન બાદ કન્યા વિદાય પહેલા મિથિલાના મહારાણી સૂનયનાજી મિથિલાના પરિવારની ચારેય કન્યાઓ સીતા, માધવી, ઉર્મિલા અને શ્રૃતકિર્તીને સાસરે કઈ રીતે વર્તવું તેની શીખ આપે છે. પહેલી શીખ પતિને પરમેશ્વર અને પત્ની ધર્મનું પાલન કરવાની છે તો બીજી સલાહ સાસરામાં સાસુ વિગેરેને માન આપવાની પણ વાત કહે છે અને છેલ્લે એમ પણ કહે છે કે સાસરે જઈને પોતાના પિયરની સંપત્તિ કે પિયરની કોઈ વ્યક્તિની મોટાઈનો ઉલ્લેખ ન કરવો. આ આજના સમય માટે એક ઉપયોગી સંદેશ કહી શકાય. મારા પિયરમાં તો આવું હતું, અહિંયા આવું છે. પિયરના દરેક સભ્યોના વખાણ કરવાની વૃત્તિ સાથે કેટલાક કિસ્સાઓમાં શ્વસૂર પક્ષને ઉતારી પાડવાની વૃત્તિ પણ પૂરજાેશમાં ચાલે છે. તેના કારણે ઘણા કિસ્સામાં કુટુંબ કલેશ જન્મે છે. આ કુટુંબકલેશ ન જન્મે તે માટે મિથિલાના મહારાણી સુનયનાજીની આ શિખાણમ સમાજજીવન અને લગ્નજીવનને મજબૂત બનાવનારી પૂરવાર થાય તેમ છે.

Shrutakirti Instagram posts - Gramho.com
રામના વનવાસ અને ભરતમિલાપ બાદ સુનયનાજી અયોધ્યાની ત્રણેય પુત્રવધૂઓ એટલે કે પોતાની પુત્રીઓને સમજાવતા કહે છે કે માતા કૌશલ્યાજીે તો તમારા વખાણ જ કર્યા છે પણ તમારે ત્રણેયે પણ હવે સાસુઓની અને કૂળની સેવા કરીને આદર્શ ઉદાહરણ પુરૂ પાડવાનું છે. ત્રણેય માતાઓની સેવા કરવાની છે અને તેમાંય ખાસ કરીને કૈકૈયી માતાનું ખાસ ધ્યાન રાકવાનું છે. કારણ કે તે પશ્ચાતાપની આગમાં છે, તેને જરાય દુઃખ ન થાય તેવું વર્તન કરવાનું છે.

Dasharatha became so drowned in Ramlila, broke into reality due to Ram's disconnection
રામાયણના ઉત્તરકાંડમાં સીતાજીના વનવાસ બાદ મિથિલા નરેશ મહારાજા જનક અયોધ્યા આવે છે અને માતા સૂનયનાની તબિયત સારી ન હોવાના ખબર રામને આપે છે. રામ પોતે અયોધ્યા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને મહારાજા જનકજીની સાથે જ રામ મિથિલા જાય છે. ત્યારે પહેલા તો સુનયનાજી કહે છે કે અયોધ્યાના રાજા રામના આગમનની વહેલી જાણ અમને કરી હોત તો એક રાજાને યોગ્ય સ્વાગતની અમે તૈયારી કરી હોત. ત્યારે રામ કહે છે કે આજે અયોધ્યાના પુત્ર રાજા નહિ પણ આપનો પુત્ર રામ આપના આશીર્વાદ લેવા આવ્યો છે. તે વખતે જનકપત્ની સુનયના પણ કહે છે કે મેં રામ અને સીતાને અલગ ગણ્યા નથી અને ભગવાન રામને સંબોધીને ભાવૂક શૈલીમાં કહે છે કે બેટા મારો રામ પણ તું અને મારી સીતા પણ તું છે. આમાં ઘણું બધું આવી જાય છે. માતા સૂનયનાના આ વાક્યોમાં પુત્રી અને જમાઈ વચ્ચે ક્યારેય ભેદભાવ ન રાખવો તેવો સંદેશ આપે છે તો બીજી બાજુ એ ભગવાન રામે પણ જમાઈએ પોતાના સાસુ-સસરા સાથે કઈ રીતે વર્તવું ? તેનો આદર્શ પૂરો પાડ્યો છે.

जनक-सुनयना संवाद, भरतजी की महिमा - अयोध्याकाण्ड - धार्मिक ज्ञान
મિથિલાથી અયોધ્યા તરફ પ્રયાણ કરતાં પહેલા ભગવાન રામ સૂનયનાજીના આશીર્વાદ લેવા આવે છે ત્યારે માતા સૂનયના લક્ષ્મણને ખાસ સંદેશો આપે છે અને રામનો પડછાયો બનીને રહેવાનીનું અને ઉર્મિલા, માંડવી અને શ્રૃતિકિર્તિ પાઠવવાનો સંદેશો આપતા કહે છે કે રામની સેવા કરજાે, રામ અયોધ્યાના રાજા પણ છે અને મોટાભાઈ પણ છે. જાે કે રામાયણનું આખું કથાનક જાેતા મિથિલાની ચારેયરાજકુંવરીઓએ માતા-પિતાના સંસ્કારને બરાબર દિપાવી જાણ્યા છે.

How many daughters and sons does Raja Janak have? - Quora
માતા કૌશલ્યાએ તો ભગવતી સીતા સાથેના પુત્રી જેવો ભાવ રાખવાના અનેક ઉદાહરણ પુરા પાયા છે. સીતાજીના વનવાસ પાછળના રામના રાજધર્મને અંગે ઠપકો પણ આપ્યો છે. રામ-સીતાના ૧૪ વર્ષના વનવાસ સમયે ચિત્રકૂટમાં ભરતમિલાપના પ્રસંગ વખતે પણ કૌશલ્યાજી સીતાને અનેક વખત પુત્રી કહીને સંબોધી છે. લક્ષ્મણ-શત્રુઘ્નની માતા સુમિત્રાજીએ પણ સીતાજીને અધિક વ્હાલ આપ્યું છે. માતા કૈકૈયીએ પણ સીતાજી સામે હાત જાેડીને કહ્યું કે બેટી, મારા કારણે તારે આ દુઃખ વેઠવું પડ્યું છે ત્યારે રામના માર્ગે ચાલવા ટેવાયેલા સીતાજીએ પણ કહ્યું કે માતા આમા આપનો જરાપણ દોષ નથી. રઘુનંદને પણ આપને આ વાત કહી છે અને હવે હું પણ કહું છું. આમા જરાય શોક રાખવાની જરૂરત નથી. હાથ જાેડી મને શરમીંદા ન બનાવો. રઘુનંદન પણ હંમેશાં કહેતા રહે છે કે હું માતા કૈકૈયીની ગોદમાં રમીને મોટો થયો છું. આ વાત ઘણું બધું કહી જાય છે.
રામાયણના દરેક સ્ત્રીપાત્રો સમાજને એક યા બીજા પ્રકારનો સંદેશો આપી જાય છે. જાે કે તેને સમજીને અમલ કરવામાં આવે તો ગૃહકલેશ વગરના આદર્શ સમાજનું સર્જન થઈ શકે અને ઘરસંસારની ગાડી કદી પાટા પરથી ઉતરે જ નહિં.