Recipe/ ઘરે આ રીતે બનાવો લીલાવટાણાની કચોરી ,નોંધીલો રેસિપી……

વટાણાની કચોરી કોને ખાવી ના ગમે? જો શિયાળાની ઋતુમાં ચા સાથે કચોરી મળી જાય તો શિયાળાની મજા બમણી થઈ જાય છે.

Food Lifestyle
Untitled 36 7 ઘરે આ રીતે બનાવો લીલાવટાણાની કચોરી ,નોંધીલો રેસિપી......

શિયાળામાં ગરમાગરમ કચોરી ખાવા મળી જાય તો બીજું શું જોઈએ અને એમાં જો વટાણાની હોય તો વાત જ શું કરવી. વટાણાની કચોરી કોને ખાવી ના ગમે? જો શિયાળાની ઋતુમાં ચા સાથે કચોરી મળી જાય તો શિયાળાની મજા બમણી થઈ જાય છે. પરંતુ ઘણા લોકો ઘરે કચોરીને યોગ્ય રીતે બનાવી શકતા નથી તેથી તેમને બજારમાં જઈને ખાવી પડે છે.

સમયની અછતને કારણે વટાણાની કચોરી બનાવવી મુશ્કેલ કામ લાગે છે. એટલા માટે હું તમને દાદીમાની એક સરળ ટ્રીક જણાવી રહ્યો છું. જો તમારે ઇન્સ્ટન્ટ કચોરી બનાવવી હોય તો લોટને અલગથી બનાવવાને બદલે લોટમાં જ વટાણાની પેસ્ટ મિક્સ કરીને લોટ બાંધો અને તેને હળવા હાથે રોલ કરીને કચોરીનો આકાર આપીને તૈયાર કરો. આ ટ્રિક થી તમે બહુ ઓછા સમયમાં ક્રિસ્પી વટાણાની કચોરી તૈયાર બનાવી શકો છો.

કચોરી બનાવવા માટે જરૂરી સામગ્રી : ઘઉંનો લોટ 2 કપ, લીલા વટાણા 1 કપ, જીરું 1/4 ચમચી, કોથમીર 1/4 વાટકી, લાલ મરચું પાવડર 1/2 ચમચી, લસણની પેસ્ટ 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ અથવા ઘી જરૂર મુજબ, પાણી જરૂર મુજબ.

કચોરી બનાવવવની રીત : વટાણાને બાફીને તેની એક પેસ્ટ બનાવો અને તેમાં બધા મસાલા, કોથમીર, જીરું અને મીઠું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. કચોરી માટે લોટ બાંધો અને તેમાં મીઠું ઉમેરો. એક પછી એક બોલ્સ બનાવીને તેમાં ફિલિંગ ભરીને કચોરીના આકારમાં રોલ કરો.

એક પેનમાં તેલ ગરમ કરો અને કચોરીને ધીમી આંચ પર તળી લો. જ્યારે તે બંને બાજુથી સારી રીતે રંધાઈ જાય, ત્યારે તેને તવામાંથી એક પછી એક કાઢી, ગરમાગરમ સર્વ કરો અને સ્વાદનો આનંદ લો. અહીં જણાવેલી સરળ ટિપ્સને અનુસરીને તમે મિનિટોમાં તમારી મનપસંદ કચોરી તૈયાર કરી શકો છો અને શિયાળામાં તેનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.