Not Set/ કોરોનાની બીમારીને કઈને હજી પણ લોકોને છે આટલા વહેમ !

 કોરોના એક નવો રોગ છે, જેના વિશે ધીરે ધીરે જાણવા મળી રહ્યું છે. દર મહિને તેના નવાં-નવાં લક્ષણો જાણવા મળે છે. નવાં લક્ષણો- વહેતું નાક, ઉબકા-ઊલ્ટી અને ઝાડા જોવા મળ્યાં..70 ટકા લોકોમાં સામાન્ય લક્ષણો- તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને થાક.. ત્યારબાદ ગળામાં ઇન્ફેક્શન, આંખમાં કન્જક્ટિવાઇસિસ, માથાનો દુખાવો, સ્વાદ-સુગંધ ન અનુભવવું, સ્કિન રેશિસ વગેરે.. જો તમે વૃદ્ધ […]

Health & Fitness Lifestyle
857e52d4b3c72a7df36f466f19003583 કોરોનાની બીમારીને કઈને હજી પણ લોકોને છે આટલા વહેમ !
 કોરોના એક નવો રોગ છે, જેના વિશે ધીરે ધીરે જાણવા મળી રહ્યું છે. દર મહિને તેના નવાં-નવાં લક્ષણો જાણવા મળે છે.

નવાં લક્ષણો- વહેતું નાક, ઉબકા-ઊલ્ટી અને ઝાડા જોવા મળ્યાં..
70 ટકા લોકોમાં સામાન્ય લક્ષણો- તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને થાક..
ત્યારબાદ ગળામાં ઇન્ફેક્શન, આંખમાં કન્જક્ટિવાઇસિસ, માથાનો દુખાવો, સ્વાદ-સુગંધ ન અનુભવવું, સ્કિન રેશિસ વગેરે..
જો તમે વૃદ્ધ હોવ તો તમારે તમારું બ્લડ પ્રેશર અને શુગર ચેક કરાવવું જોઈએ.
જો કોઈ સારવાર ચાલી રહી હોય તો ગભરાયા વગર ડૉક્ટરને મળો.
શરીર જકડાઈ જાય કે હાથ-પગમાં દુખાવો થાય એ કોરોનાના લક્ષણ ન કહેવાય.
જો તાવ ન હોય, છીંક ન આવે અને શ્વાસમાં તકલીફ ન આવે તો કોરોના વિશે ન વિચારશો.

ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ શું ધ્યાન રાખવાની જરૂર છે?

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ ભારતમાં છે.
જો ડાયાબિટીસના દર્દીને કોરોના થાય, તો તેનો ચેપ શરીરમાં ગંભીર રીતે ફેલાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ તેમનું શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું પડે.
જે દર્દીઓ 60 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને સૌથી વધુ અલર્ટ રહેવાની જરૂર છે.
અન્યથી લગભગ 3 ફૂટનું અંતર રાખો. માસ્ક પહેરો અને હેન્ડ સેનિટાઇઝ કરતા રહો.
જો કોઈ પરિજન બહારથી આવે તો ડાયાબિટીસના દર્દીએ તેમના સીધા સંપર્કમાં ન આવવું.

શું મને કોરોના થશે એ ડરથી ફેલાય છે ચેપ?

કોરોનાના કેટલાક નવાં લક્ષણો બહાર આવ્યા કરે છે.
આ કારણે લોકોને કંઈ પણ થાય તો એ જ વિચારશે કે- મને કોરોનાનો ચેપ તો નથી લાગ્યો ને?
આવા વિચારોના કારણે સતત ડિપ્રેશન અને ડર રહ્યા કરે છે.
જેનાથી શુગર અને બ્લડ પ્રેશર વધી શકે છે.
જો તમે ગભરાહટમાં ઊંઘશો જ નહીં, તો તમે સ્વસ્થ નહીં રહી શકો.
અત્યાર સુધી જેટલા લોકોને કોરોના થયો તેમાં 60% લોકો દવા લીધા વગર જ સ્વસ્થ થઈ ગયા છે.

સેનિટાઇઝરનો ઉપયોગ કેટલો જરૂરી?

કોરોના વાઇરસથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ સાફ રાખો.
હાથ સાફ કરવા માટે સેનિટાઇઝર જરૂરી નથી.
પણ પાણી અને સાબુથી હાથ ધોવા એ શ્રેષ્ઠ છે.
જો પાણી ન મળે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરો.