Morning BreakFast/ મોર્નિંગ બ્રેક ફાસ્ટની ઝંઝટમાંથી મુક્તિ, બદલાયુ નાસ્તાનું સ્વરૂપ

એક સમય હતો જ્યારે ઘરમાં મહેમાનોનું આગમન થાય એટલે સવારના નાસ્તાથી લઇને સાંજના ડીનર સુધીનું લીસ્ટ તૈયાર થઇ જતું

Food Trending Lifestyle
Break Fast

Break Fast: એક સમય હતો જ્યારે ઘરમાં મહેમાનોનું આગમન થાય એટલે સવારના નાસ્તાથી લઇને સાંજના ડીનર સુધીનું લીસ્ટ તૈયાર થઇ જતું. એમાં પણ ગુજરાતીઓના ઘરે તો નાસ્તો એટલે જાણે ભરપેટ નિરાંતનો ઓડકાર. જેની માટે ઘરની મહિલાઓ કેટ કેટલી તૈયારીઓ કરતી. પરંતુ હવે બદલાતા સમય સાથે મોર્નિંગ બ્રેક ફાસ્ટનું સ્વરૂપ બદલાયુ છે. હવે વહેલી સવારે નાસ્તાના બનાવવાની ઝંઝટમાંથી મહિલાઓને મુક્તિ મળી છે. બસ એક ઓર્ડર અને મન ગમતો નાસ્તો ઘરે હાજર.

ઘરનો નાસ્તો અને મનગમતો પણ ખરા

અરે તમને તો કાંઇ ચીંતા જ નથી, સ્વરૂપાના સાસરીવાળા કાલે સવારનો નાસ્તો(Break Fast) આપણા ત્યાં કરવાના છે. યાદ છે ને..અને આ સાંજ થવા આવી પણ તમે કોઇ નાસ્તાનું મેનુ જ નક્કી નથી કરતા. તે લોકો તો વર્ષોથી મુંબઇ રહે છે, પાછી આપણી અને તેમની રહેણી કરણી પણ કેટલી અલગ છે. તેમને તો ખબર નહીં સવારના નાસ્તાને લઇને કેવી કેવી ધારણાઓ બાંધી લીધી હશે. અને હવે તેમાં જો આપણે ખરા ના ઉતરીએ તો વેવાઇ આગળ નાક કપાય. પણ તમને બધાને તો કઇ પડી જ નથી. બધી ચિંતા મારે એકલાને જ કરવાની. સ્વરૂપાએ મમ્મીને કહ્યું કુલ મોમ તમે નાહકની જ ફીકર કરો છો. બધુય થઇ જશે. હવે તુ તો ચૂપ જ રહેજે. અનિતાબેને દિકરી સ્વરૂપાને ધમકાવતા કહ્યું, એક તો જાતે છોકરો પસંદ કરી લીધો અને પાછું..એટલામાં સ્વરૂપાનો ભાઇ બોલ્યો અરે મોમ તમે ખરેખર કારણ વગરની ચિંતા કરો છો. અત્યારે તો મોબાઇલ પર એક ક્લીક કરીએ અને મનગમતો નાસ્તો હાજર. પણ આમ વેવાઇને થોડો હોટલોનો નાસ્તો કરાવાય. જમવાનું બહારથી મંગાવીએ એ થીક છે પણ નાસ્તો તો ઘરનો જ હોયને. અને આમ વહેલી સવારે કોણ નાસ્તા લઇને તમારી માટે બેઠુ હશે. અનિતાબેનની આટલી બઝી કચકચ સાંભળી અંતે સ્વરૂપાએ કહ્યું મોમ, આપણી બાજુની જ સોસાયટીમાં રમાઆંટી છે જે ઘરે તમામ પ્રકારના નાસ્તા બનાવે છે. બસ આપણે ઓર્ડર કરીએ એટલે તૈયાર, પણ વહેલી સવારે આમ થોડા નાસ્તા બનાવી આપે. અરે મોમ અડધી રાત્રે પણ ગરમા ગરમ નાસ્તો બનાવે છે આંટી. મારી મિત્ર બંસરી તે જ સોસાયટીમાં રહે છે તેને જ મને કહ્યું હતુ અને તારે જે પણ નાસ્તો બનાવો હશે તે બધો જ બનાવી આપશે અને ઘરે આવીને આપી પણ જશે. ગરમા ગરમ તારા સમયે. આટલુ સાંભળતા જ અનિતાબેનની જાણે બધીય ચિંતા ઓગળી ગઇ. અને દિકરીને કહ્યું અરે મને તો ખબર જ નહોતી કે આ રીતે ઘરે પણ નાસ્તા કોઇ બનાવતુ હશે. આ સારુ છે ઘરનો નાસ્તો અને મનગમતો પણ ખરા.

કેમ સાંભળીને નવાઇ લાગી, પણ આ વાત બિલકુલ સાચી છે. (Break Fast) લંચ, ડિનર, પીઝ્ઝા, બર્ગરથી લઇને પાણીપુરીની ડિશ પણ ઓર્ડર કરવાથી ઘરે બેઠા મળી રહે છે. પરંતુ ઘરના જ બનાવેલા મનપસંદ નાસ્તાની તો વાત જ ના થાય. પણ હવે સમયની સાથે એ પણ શક્ય બન્યુ છે. આજે અનેક મહિલાઓ ઘરે જ બેસીને ટિફીન સર્વિસ આપે છે. પરંતુ તે બપોરનું લંચ અને સાંજના ડિનર સુધી પુરતુ હતુ. પરંતુ હવે ટિફીન સર્વિસની સાથે અનેક મહિલાઓ ઘરે જ ઓર્ડર પ્રમાણે વહેલી સવારના નાસ્તા પણ બનાવે છે.

આવા જ વિચાર સાથે મે ખાસ નાસ્તા બનાવવાનું શરૂ કર્યુ

Besan methi thepla મોર્નિંગ બ્રેક ફાસ્ટની ઝંઝટમાંથી મુક્તિ, બદલાયુ નાસ્તાનું સ્વરૂપ

આ વીશે વાત કરતા અમદાવાદના કંચનબેન ભટ્ટ કહે છે, (Break Fast) હવે તો ટિફીન સર્વિસ, ઓનલાઇન ફૂડ અને ફૂડ પેકેટની વાત જુની થઇ. કારણ કે અનેક એવી જગ્યાઓ છે જ્યાંથી તમે સહેલાઇથી ફૂડ માટે ઓર્ડર કરી શકો છો. પરંતુ ટિફીન સર્વિસ અને ઓનલાઇન ફૂડ માટે ચોક્કસ સમય હોય છે. તમારે વહેલી સવારે 6 કે7 વાગે નાસ્તો જોઇએ તો તે મળી રહેતો નથી. બીજી વાત કે રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ કે અન્ય જગ્યાઓ જ્યાંથી ફૂડની ડિલીવરી થાય છે. ત્યાંના મેનુંમાં ઘરમાં રોજીંદા ખવાતા નાસ્તાનો સમાવેશ નથી થતો. જેમ કે મસાલાવાળી ભાખરી, બાજરીના રોટલા, સાદી ભાખરી, આંડવો, ઢોકરા, ખાંડવી, બટાકા પૌંઆ, ગરમા ગરમ ભજીયા, ઢોંસા, ઇડલી, વડા કે પછી કોઇ વખત સવારના બ્રેક ફાસ્ટમાં પુલાવ, સેન્ડવીચ જેવી અનેક આઇટમો છે જે ખાવાની ઇચ્છા થતી હોય છે. તેમા પણ ખાસ કરીને જ્યારે ઘરે કોઇ ખાસ મહેમાન આવે ત્યારે સવારે નાસ્તો શુ બનાવીશુ તે પ્રશ્ન તો સામાન્ય રીતે દરેક મહિલાને સતાવતો હોય છે. આવા જ વિચારો સાથે મે વિચાર્યુ કે હું કઇંક એવુ કામ કરું જેમા મને સંતોષ મળે અને સાથે જ લોકો આવકારે. આવા જ વિચાર સાથે મે ખાસ નાસ્તા બનાવવાનું શરૂ કર્યુ. હું ઓર્ડર પ્રમાણે સવારે પાંચથી લઇને રાત્રે 12 વાગ્યા સુધી તમામ પ્રકારના નાસ્તા બનાવું છું. એટલુ જ નહીં ગરમા ગરમ નાસ્તો ઘરે જઇને ડિલીવર પણ કરું છું. શરૂઆતના સમયમાં લોકોને ખ્યાલના હોવાના કારણે મને ઓછા ઓર્ડર મળતા પરંતુ જેમ જેમ બધાને ખ્યાલ આવે છે તેમ તેમ નાસ્તાના ઓર્ડર પણ વધ્યા છે. ગુજરાતીઓમાં સવારના નાસ્તામાં ભાખરી તો હોય જ, સાથે થેપલા, ઢોકળા, રવિવારે આલુ પરાઠા અને અન્ય પ્રકારના પરાઠાના ઓર્ડર વધુ રહે છે. ઘણા લોકો તો સવારના સમોસાના ઓર્ડર પણ આપે છે. ઘણી મહિલાઓ તો કહે પણ છે કે કંચનબેન તમે નાસ્તો બનાવવાનો વિચાર સારો કર્યો. હવે તો સવારના નાસ્તાની ઝંઝટ જ નથી રહેતી.

ઘરે બનાવેલુ ફુડ વધુ શુદ્ધ અને સ્વાસ્થ વર્ધક

આજની ફાસ્ટ લાઇફમાં (Break Fast) બધાને સમયનો અભાવ છે. માટે બને ત્યાં સુધી લોકો તૈયાર ફૂડ પર આધાર રાખે છે. જેના કારણે ઓનલાઇન ફૂડ બિઝનેશનું માર્કેટ 80 ટકા સુધી વધ્યું છે. તો હજુ પણ એવા લોકો છે જે રસોઇ હોય કે નાસ્તો જાતે જ બનાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે મોટભાગની મહિલાઓ એમ માને છે કે ઘરે બનાવેલુ ફુડ વધુ શુદ્ધ અને સ્વાસ્થ વર્ધક હોય છે. જો કે આ વાત સાચી પણ છે, પરંતુ વર્કિંગ મહિલાઓને એટલો સમય નથી રહેતો કે તમામ વસ્તુ જાતે જ બનાવે. તો બીજી બાજુ તેમને ઘરના ફૂડ પર વધુ ભરોસો હોય છે. આવી જ મહિલાઓના સમસ્યાઓનું સમાધાન એટલે હોમ ફ્રેશ નાસ્તો. ઘરે જ તૈયાર થયેલો ગરમા ગરમ નાસ્તાનું ચલણ હવે વધ્યું છે.

ઘરનો નાસ્તો અને અમને પણ રાહત

Street Food in Ahmedabad મોર્નિંગ બ્રેક ફાસ્ટની ઝંઝટમાંથી મુક્તિ, બદલાયુ નાસ્તાનું સ્વરૂપ

આ વીશે વાત કરતા દિપીકા માલપાણી કહે છે, (Break Fast) મારુ પરિવાર ઘણું મોટુ છે, અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. અને સવારમાં બધાને વ્યવસ્થિત મન ગમતો નાસ્તો જોઇએ. પરિવાર મોટુ હોવાના કારણે ઘરે મહેમાન પણ વધારે આવે છે. રોજ તો અમે દેરાણી-જેઠાણી બધા ભેગા થઇને નાસ્તો બનાવી લઇએ છીએ. પરંતુ જ્યારે મહેમાન આવે ત્યારે ટેન્શન વધી જાય છે. ઘરના પંદર માણસ અને પરથી મહેમાન, શુ નાસ્તો બનાવીશુ, કેટલો બનાવીશુ, જેવી ચિંતા રહેતી હોય છે. પરંતુ જ્યારથી અમને વહેલી સવારે ગરમા ગરમ નાસ્તો મળતો થયો છે. ત્યારથી તો મહેમાન આવે એટલે અમે નાસ્તાનો ઓર્ડર જ આપી દઇએ છીએ. ઘરનો નાસ્તો અને અમને પણ રાહત.

માત્ર અમદાવાદમાં જ વહેલી સવારે નાસ્તાનો ઓર્ડર કરનારા વર્ગની વાત કરીએ તો 40થી 45 ટકા છે. જે ઘર જેવો જ નાસ્તો ખાવા માટે ઘરે જ બનાવતી મહિલાઓને નાસ્તાના ઓર્ડર આપે છે. હવે એ સમય ગયો જ્યારે મહિલાઓ વહેલી સવારે ઉઠીને રસોડામાં નાસ્તા બનાવવા જોતરાઇ જતી હતી. હવે તો ફોન ઉપાડો અને મનપસંદ નાસ્તાના ઓર્ડર કરો એ પણ ગરમા ગરમ અને પોતાના સમયે મળી રહે તેવા.