સામગ્રી
1 કપ મેંદો
2 ટેબલસ્પૂન રવો
1 ટીસ્પૂન કરકરો પાવડર કરેલા કાળા મરી
2 ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું (સ્વાદાનુસાર)
તેલ (તળવા માટે)
બનાવવાની રીત
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી કઠણ કણિક તૈયાર કરો. આ કણિકના 24 સરખા ભાગ પાડી દરેક ભાગને 50 મી. મી. (2) વ્યાસના ગોળાકારમાં વણી લો. આ વણેલી પૂરી પર ફોર્ક (fork) વડે કાંપા પાડી લો.
હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, એક સાથે થોડી-થોડી પૂરી ધીમા તાપ પર બન્ને બાજુએથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો, તે પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો. પૂરી સંપૂર્ણ ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો.
