રેસિપી/ મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ, બનાવવાની રીત

સૂપ પીવો એ આપના શરીર માટે ખુબ જ ફાયદાકાર ગણાય છે. તમે સૂપ તો ઘણા બધા જોયા હશે અને પીધા પણ હશે. પણ આજે તમને બતાવીશું એક નવા સૂપ વિશે જેનું નામ છે મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ. આ સૂપ બનાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇલો આ સૂપ બનાવવાની રીત.

Food Lifestyle
સૂપ

સૂપ પીવો એ આપના શરીર માટે ખુબ જ ફાયદાકાર ગણાય છે. તમે સૂપ તો ઘણા બધા જોયા હશે અને પીધા પણ હશે. પણ આજે તમને બતાવીશું એક નવા સૂપ વિશે જેનું નામ છે મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ. આ સૂપ બનાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇલો આ સૂપ બનાવવાની રીત.

સામગ્રી

1 કપ છીણેલી મીઠી મકાઇ
1/2 કપ ઝીણા સમારેલા ટમેટા
1/4 કપ પાતળી લાંબી સમારેલી પાલક
1 ટેબલસ્પૂન પીળી મગની દાળ
1 ટેબલસ્પૂન માખણ
2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
મીઠું (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન કોર્નફલોર (2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ
તાજું પીસેલું કાળા મરીનું પાવડર  ( સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક પ્રેશર કુકરમાં મકાઇના દાણા, પીળી મગની દાળ અને 2 1/2 કપ પાણી મેળવી કુકરની 2 સીટી સુધી રાંધી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં તૈયાર કરેલું કોર્ન-મગની દાળનું મિશ્રણ, 1/4 કપ પાણી, ટમેટા, પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં લીંબુનો રસ અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. ગરમ ગરમ પીરસો.

આ પણ વાંચો:વિશ્વ કેન્સર દિવસ 2023: શા માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે?

આ પણ વાંચો:સૂવા અને ટીવી જોવા માટે મળે છે પૈસા… આ છે વિશ્વની અનોખી નોકરીઓ

આ પણ વાંચો:શું તમને પણ લાગે છે અડધી રાતે તીવ્ર તરસ, ગળું સુકાઈ જાય છે, જાણો શું છે કારણ