રેસીપી/ મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત

મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.

Food Lifestyle
મગની દાળ અને પનીરના પરોઠા

મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.

સામગ્રી

1/2 કપ રાગીનો લોટ
1/2 કપ લીલી મગની દાળ  (પલાળીને રાંધેલી)
1/4 કપ ભૂક્કો કરેલું પનીર
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
એક ચપટીભર હળદર
મીઠું  (સ્વાદાનુસાર)
રાગીનો લોટ  (વણવા માટે)
તેલ  (શેકવા માટે)

બનાવવની રીત

એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં તેવી કણિક તૈયાર કરો. કણિકના 6 સરખા ભાગ પાડી દરેક ભાગને રાગીના લોટની મદદથી 100 મી. મી. (4) વ્યાસના ગોળાકારમાં વણી લો.

એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. તરત જ પીરસો.

આ પણ વાંચો : જો તમે સમયસર કારની સર્વિસ નથી કરાવી શકતા, તો આ ત્રણ કામ કરાવી લો

આ પણ વાંચો :સુતા પહેલા તમને પણ સંગીત સાંભળવાની છે આદત તો થઇ શકે છે આ નુકશાન

આ પણ વાંચો :આ 5 ખરાબ આદતો તમારા હોઠને કરે છે કાળા

આ પણ વાંચો :ખુબ ગુણકારી છે લાલ ચંદન, જોણો ફાયદો…