Lifestyle/ અનેક રોગોને ભગાડી શકે છે આ દેશી થોર 

થોરના ડોડા પણ અન્ય કરતા વધુ ગુણકારી હોય છે. થોરના ડોડા અનેક રોગોને મટાડવાનો અક્સિર ઈલાજ છે.

Health & Fitness Lifestyle
YouTube Thumbnail 2023 12 16T175704.636 અનેક રોગોને ભગાડી શકે છે આ દેશી થોર 

શિયાળો એટલે આખા વર્ષની તંદુરસ્તી એક સાથે મેળવવાની ઋતુ. આરોગ્યની જાળવણી માટે લોકો અડદીયા, તલપાક, માંડવીપાક, ટામેટા, બીટ, સફરજન વગેરે આરોગતા હોય છે ત્યારે વન વગડામાં પાણી વગર પણ ઉગી નીકળતા થોર પણ આરોગ્ય માટે ફાયદાકારક છે. પરંતુ પાકી ગયા બાદ  લાલ કલરના ‘ડોડા’ કાંટા વચ્ચે ઉગતા હોવાથી તેને કોઈ તોડતુ નથી.  જોકે, કેટલાક ફેરિયાઓ પોતે હાથમાં કાંટા ચુભાવીને પણ આ ફળ તોડી લાવી વેચતા હોય છે. જે ખાવાથી કેટલાક પ્રકારના કેન્સર સહિતના રોગો ઉપર પણ કાબુ મેળવી શકાય છે.

થોરના ડોડા પણ અન્ય કરતા વધુ ગુણકારી હોય છે. થોરના ડોડા અનેક રોગોને મટાડવાનો અક્સિર ઈલાજ છે. સામાન્ય રીતે થોરના ડોડાની આસપાસ કાંટા વધુ હોવાથી તેને તોડવા થોડા મુશ્કેલ છે પણ હિમોગ્લોબીન વધારવા ભુખ્યા પેટે એક કપ જેટલા ગરમ પાણીમાં મિલાવીને પીવાથી તાત્કાલિક અસર થાય છે. લોહી વધારવા જે દવા લેવામાં આવે છે તે લેવાની જરૂર નથી. થોરની કુલ છ જાત હોય છે. જેવી કે ખરસાળી, કેસળિયો, ભૂભલિયો, ત્રિધરો, વિલાયતી અને હાથલો અથવા નાગફણી થોર વગેરે. હાથલા થોરમાં શિયાળા પહેલા લાલ પીળા ફુલ આવે છે. બાદલમાં લીલા કલરના ડોડામાં પરિવર્તન થાય છે અને પાકી ગયા બાદ લાલ કલરના ડોડા થાય છે.

આ હાથલા થોરના ફળ છે, જેનાથી હિમોગ્લોબીન વધે, શ્વાસની તકલીફ, કેન્સર મટી જોય. ઉપરાંત પાન્ડુતા એટલે કે પીળાશ પડતુ શરીર રહેતું હોય, અવાર નવાર ગેસ, કબજીયાત, એસિડીટીમાં પણ રાહત મળે છે.આ થોરના ડોડા રસાયણ લોહીમાં હિમોગ્લોબીન વધારવા માટે અક્સીર દવા છે. આ ઉપરાંત તે એક સ્વાદિષ્ટ પીણું પણ છે.  નિયમિત તેના સેવનથી  આરોગ્યની પણ જાળવણી થાય છે. કેટલાક ડાયાબિટીસના દર્દી પણ હાથલા થોરના ડોડાના જ્યુસનું સેવન કરે છે. જે લોકોને 300 જેટલું ડાયાબિટિસ રહેતું હોય એવા મરીજાને પણ ફાયદો ચોક્કસ મળે છે. ડોડા ખાવાથી ડાયાબિટિસમાં ઘણી રાહત મળે છે.


whatsapp ad White Font big size 2 4 અનેક રોગોને ભગાડી શકે છે આ દેશી થોર 


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ